fbpx
36 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
બોલિવૂડ

કોરોના પીડિતોને મદદ માટે રિતિકે પણ ૨૦ લાખ આપ્યા

કોરોના સામે લડવા જારદાર લડત ચલાવવામાં આવી રહી છે. હવે તમામ લોકો જંગી દાન કરી રહ્યા છે. બોલીવુડના કલાકારો પણ આગળ આવ્યા છે. આ સંદર્ભમાં અક્ષયકુમાર બાદ હવે રિતિક રોશને પણ મદદ માટે હાથ આગળ વધાર્યો છે. રિતિક રોશને મહારાષ્ટ્ર સરકારને કોરોના પીડિતોની મદદ માટે ૨૦ લાખ રૂપિયાની મદદ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા સૌથી વધારે નોંધાઈ છે. મોટી સંખ્યામાં લોકો આના સકંજામાં આવી રહ્યા છે. રિતિક રોશને મહારાષ્ટ્ર સરકારને સપોર્ટ કરીને નજીવી રકમ પુરી પાડી છે. રિતિક રોશને બ્રિહાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને નાણાંકીય મદદ પુરી પાડી છે. સ્ટ્રીટલેવલ બ્રુરો ક્રેક્સની તલાસમાં રિતિક રોશન દેખાઈ રહ્યો હતો. ખુબ જ કટોકટીનો સમયમાં દેશમાં ચાલી રહ્યો છે. તમામને સાથે આવવા કહેવામાં આવી રહ્યું છે. હજુ સુધી શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન સૌથી મોટા સ્ટાર પૈકી છે પરંતુ હજુ સુધી રાહત આપવામાં આગળ આવી રહ્યા નથી. બિંગ હ્યુમન જેવી સંસ્થા પણ કોઇ રાહત આપી રહી નથી. રિતિક રોશને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારને મદદ કરીને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. અમારી જે કંઇપણ ક્ષમતા છે તે ક્ષમતા મુજબ મદદ કરવાની જરૂર છે. બોલીવુડ હાલના સમયમાં સેલ્ફ આઈસોલેશનની Âસ્થતિમાં છે. સુઝેન, રિતિક અને બાળકોના સપોર્ટમાં થોડાક દિવસ માટે તેમની સાથે આવી ગઈ છે. થોડાક દિવસ પહેલા જ રિતિકે લોકોને વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, તમામ લોકો ઘરે રહીને સુરક્ષિત અનુભવ કરે તે સમય આવી ગયો છે. હાલમાં બહાર નિકળવાનું તમામ લોકોએ ભુલી જવું જાઇએ. થોડાક સમય માટે ઘરમાં રહેવાથી જ લાભ થશે. અન્યોની પણ કાળજી લેવી જાઇએ.

Related posts

૩૦ વર્ષની નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં જ : અનન્યાનો મત

City Watch News

સ્ટાર જેક્લીન પાસે પણ હાલ કોઇ નવી ફિલ્મો હાથમાં નથી

City Watch News

હાલમાં ફ્લોપ રહેતા શાહરૂખ હિટ ફિલ્મ કરવા માટે ઇચ્છુક

City Watch News