fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
બોલિવૂડ

કોરોના કટોકટી : એન્જેલિના જાલીએ ૭.૫ કરોડ આપ્યા છે

હોલીવુડની દિગ્ગજ અભિનેત્રી એન્જેલિના જાલીએ ફરી એકવાર દરિયાદિલીના દર્શન કરાવ્યા છે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન અને તેના કારણે પ્રભાવિત થયેલા બાળકો માટે જરૂરી પોષણ માટે એક મિલિયન ડોલરનું દાન કર્યું છે. એટલે કે ૭.૫ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. કોરોનાની બિમારીથી હાલમાં દુનિયાના ૨૦૦ દેશ સકંજામાં આવ્યા છે. સરકારો પોતાનું કામ કરી રહી છે જ્યારે સેલિબ્રિટીઓ પણ આગળ આવી રહી છે. એકબાજુ ગાયક શામ મેન્ડિસે કોરોના અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે એક હોસ્પિટલને ૧૭૫ હજાર ડોલર આપી દીધા છે. કેનેડાની એક હોસ્પિટલને બાળકોની સારવાર માટે ૧.૩ કરોડ રૂપિયાનું દાન આ કલાકારે આપ્યું છે. ગ્રેની એવોર્ડ માટે નોમિનેશન મેળવી ચુકેલા શામ મેન્ડિસે પોતે કેનેડામાં રહે છે. પોતાના હોમટાઉન ટોરેન્ટોમાં એક હોસ્પિટલમાં મેન્ડિસે આ રકમ આપી છે. તે એક ફાઉન્ડેશન પણ ચલાવે છે. આ પૈસાથા હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત બાળકો માટે જરૂરી સેવા અને દવાઓની ખરીદી કરશે. સ્ટીચેસ અને ટ્રિટયુબેટર જેવા લોકપ્રિય ગીતોના ગાયક મેન્ડિસે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર લખતા કહ્યું છે કે, આ વાયરસ સામે લડવા માટે ખુબ મજબૂત ઇચ્છાશક્તિની જરૂર દેખાઈ રહી છે.
કેનેડાના એક મિડિયા હાઉસે કહ્યું છે કે, અમે શામ મેન્ડિસે માટે આભારી રહ્યા છીએ. કટોકટીના સમયમાં તે લોકોની સાથે છે. બીજી બાજુ એન્જેલિનાએ ૭.૫ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એન્જેલિનાએ કહ્યું છે કે, આ રકમ એવા બાળકોના પોષણ ઉપર ખર્ચ કરવામાં આવશે જે સ્કુલમાં ભોજન કરે છે અને તેના ઉપર જ આધાર રાખે છે. રિહાન્ના, રેનોલ્ડ, બ્લેક લાઇવલી પણ જંગી દાન કરી ચુક્યા છે

Related posts

લોરેન્સ અને કુક હાલમાં ઇન્ડોનેશિયા રિસોર્ટમાં છે

City Watch News

તારા સુતરિયા તડપ ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે નજરે પડશે

City Watch News

રિયા અને સુશાંત એકબીજા સાથે હાલ ખુબ ખુશ : રિપોર્ટ

City Watch News