www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

બોલિવુડમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યાની હવે ચર્ચા

આગ હી આગ, તેજાબ અને પાપ કી દુનિયા સહિતની અનેક ફિલ્મોમાં વિતેલા વર્ષોમાં કામ કરી ચુકેલા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની ચર્ચા હવે બોલિવુડમાં જોવા મળી રહી છે. તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર-૨ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેની પ્રથમ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી ચુકી છે. જે પૈકી તે કાર્તિક આર્યનની સાથે પતિ પત્નિ ઔર વોમાં પણ નજરે પડનાર છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ ૧૦મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને યુવા પેઢી ખુબ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહી છે. કરણ જોહરની ફિલ્મ હોવાથી તે મનોરંજનથી ભરપુર ફિલ્મ રહેનાર છે. કરણ જોહર હવે તેમની સુપરહિટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ બનાવી ચુક્યા છે. ફિલ્મ રજૂઆત માટે તૈયાર છે. પહેલા ફિલ્મમાં સારા અલી ખાન, જાન્વી કપુર અને દિશા પાટનીના નામ પર અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી હતી. જો કે અંતે ચંકી પાન્ડેની પુત્રીને લેવામાં આવી હતી. તેની સાથે તારાને પણ લેવામાં આવી હતી. બીજી બાજુ ફિલ્મમાં અભિનેતા તરીકે કોણ રહેશે તેને લઇને ચિત્ર પહેલા સ્પષ્ટ રહ્યુ ન હતુ. અંતે વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્રની પસંદગી કરવામાં આવી હતી. ચંકી પાન્ડેની પુત્રી અનન્યાને કેટલીક અન્ય ફિલ્મ પણ હાથ લાગી રહી છે. થોડાક સમય પહેલા એવા હેવાલ પણ આવ્યા હતા કે સલમાન ખાન દ્વારા ચન્કી પાન્ડેની પુત્રીને લોંચ કરવામાં આવનાર છે. પોતાના ગ્રેજુએશનને પૂર્ણ કરવામાં આવ્યા બાદ તે હવે એક્ટિંગના ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે. ડાન્સિંગ ક્લાસ પણ કરી રહી છે. બોલિવુડના સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા હેઠળ તે તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી હતી. કરણ જોહરની સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રથમ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનની જોડી ચમકી હતી. પ્રથમ ફિલ્મ મારફતે જ વરૂણ અને સિદ્ધાર્થ તેમજ આલિયા ભટ્ટ રાતોરાત સુપર સ્ટાર બની ગયા હતા. હવે આ ફિલ્મની સિક્વલ ફિલ્મ આવી રહી છે. ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. ફિલ્મમાં આધુનિક કલ્ચરને રજૂ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. ફિલ્મની પટકથા પણ યુવા પેઢીને પસંદ પડે તે પ્રકારની રાખવામાં આવી છે. ફિલ્મમાં સંગીતને પણ લોકપ્રિય બનાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. કરણ જોહર યુવા પેઢીને કેવી ફિલ્મો પસંદ છે તે બાબતમાં ખુબ હોશિયાર અને કુશળ છે.