www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

બોન્ડ ગર્લ તરીકે સેડોક્સની ફરીવાર એન્ટ્રી થશે : રિપોર્ટ

બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઈને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૫મી બોન્ડ ફિલ્મમાં આ વખતે લી સેડોક્સ એન્ટ્રી કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ લી સેડોક્સ વર્ષ ૨૦૧૫માં રજુ થયેલી સ્પેક્ટર ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી ગઈ હતી. તે ફરી એકવાર આ રોલમાં કામ કરવા જઈ રહી છે. અભિનેતા ડેનિયલ ક્રેગ તરફથી માહિતી મળ્યા બાદ અને તેનો ટેકો મળ્યા બાદ સેડોક્સની ફરી એકવાર એન્ટ્રી થવા જઈ રહી છે. ડેનિયલ ક્રેગ જ આગામી ફિલ્મમાં પણ પાંચમી વખત જેમ્સ બોન્ડની ભૂમિકા અદા કરવા જઈ રહ્યો છે. મળેલી માહિતી મુજબ લી ફરી વાર એન્ટ્રી કરવા જઈ રહી છે. પોતાની બોન્ડ ફિલ્મને લઈને લી ખૂબ જ આશાવાદી દેખાઈ રહી છે. બ્રિટીશ ત્રિપુટી અંગે વાત કરતા નિર્માતા-નિર્દેશકોનું કહેવું છે કે સ્પેક્ટરની જોડી ફરીવાર જોવા મળનાર છે. ડેનિયલ ક્રેગે શરૂઆતમાં એમ કહીને ચર્ચા જગાવી હતી કે તે આગામી બોન્ડ ફિલ્મમાં ભૂમિકા અદા કરનાર નથી પરંતુ તે છેલ્લે જંગી રકમ લઈને બોન્ડ ફિલ્મમાં કામ કરવા રાજી થઈ ગયો હતો. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે બોન્ડ ફિલ્મમાં કામ કરવા માટે ડેનિયલ ક્રેગને ૫૦૦ કરોડથી પણ વધુની રકમ ચુકવવામાં આવી છે. છેલ્લી ચાર બોન્ડ ફિલ્મોમાં ડિનિયલ ક્રેગે શાનદાર ભૂમિકા અદા કરી છે અને હવે તે પાંચમી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. તેની સાથે લી સેડોક્સ જોડી જમાવવા તૈયારી થઈ ગઈ છે. ફિલ્મનું શુટીંગ ટુંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરાયું નથી.