www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

આલિયા અભિનિત સડક-૨ ફિલ્મનુ શુટિંગ અંતે શરૂ થયુ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે સડક -૨ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મના શુટિંગ શરૂ થવાની સાથે જ ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આલિયા ભટ્ટે આ સંબંધમાં એક ફોટો પણ જારી કરી દીધો છે જેમાં આલિયા ભટ્ટની સાથે સાથે સંજય દત્ત, આદિત્ય રોય કપુર, પુજા ભટ્ટ તેમજ મહેશ ભટ્ટ સ્પષ્ટપણે નજરે પડે છે. પિતાની સાથે આલિયા ભટ્ટ પ્રથમ વખત ફિલ્મમાં કામ કરી રહી છે. આલિયા ભટ્ટે ઇમોશનલ મેસેજ પણ ફોટોની સાથે લખ્યો છે. જેમાં કહ્યુ છે કે તે પોતાના નિર્દેશક પિતાની સાથે કામ કરીને લઇને ખુબ નર્વસ છે. આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરીને માહિતી આપી છે. જેમાં સડક-૨ ફિલ્મને લઇને કેટલીક વિગત પણ આપી છે. શુટિંગના પ્રથમ દિવસના પ્રથમ શુટિંગ સીનને લઇને માહિતી આપી છે. ફોટોની સાથે આલિયા ભટ્ટે લખ્યુ છે કે જે ક્લેપ પકડીને ઉભા છે તે તેના પિતા મહેશ ભટ્ટ છે. આલિયા ભટ્ટે માહિતી આપતા કહ્યુ છે કે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મમાં કામ કરીને તે નર્વસ થયેલી છે. તે ખુબસુરત મોટા અને ઇમોશનલ પહાડ પર પહોંચી જવાના પ્રયાસ કરી રહી છે. પિતાની સાથે પોતાની પ્રથમિ ફિલ્મને લઇને વાત કરતા કહ્યુ છે કે તેનુ એક મોટુ સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. પોતાના પિતાની સાથે કામ કરીને તેને કેટલીક નવી ચીજા શિખવા મળી શકે છે. સડક-૨ ફિલ્મમાં આલિયા મુળભુત પડકારરૂપ રોલમાં નજરે પડનાર છે. ગુલશન ગ્રોવર અને મકરંદ દેશપાન્ડે પણ ફિલ્મમાં ખાસ રોલમાં નજરે પડનાર છે. મહેશ ભટ્ટની વિતેલા વર્ષોની ફિલ્મમાં અનેક ગીતો હતા જેમાં તમામ ગીતો સુપરહિટ સાબિત થયા હતા. આજે પણ સડક-૨ ફિલ્મના ગીતો લોકોના દિલોદિમાગ પર જાઇ શકાય છે. આલિયા ભટ્ટ હાલમાં બોલિવુડમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.