www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ઈશ્વરીયાની બસ આવે પણ ખરી, મોડી પણ આવે, ન પણ આવે, બસની રાહે મુસાફરો રઝળી પડે છે

તંત્ર વાહકોના પાપે ભાવનગરથી ઈશ્વરીયાની બસ આવે પણ ખરી, મોડી પણ આવે અને ન પણ આવે આ પરિસ્થિતિમાં બસની રાહે મુસાફરો રઝળી પડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ભાવનગર વિભાગીય કચેરીમાં બેઠેલા અધિકારીઓ જે તે ગામોની બસ સેવા શરૂ…

પાલિતાણા ખાતે આદીનાથના જયઘોષ સાથે છ’ગાઉ યાત્રા સંપન્ન

જૈનોની તિર્થનગરી પાલિતાણા ખાતે ફાગણ સુદ તેરસ નિમિત્તે છ’ગાઉની યાત્રા સાથે ઢબેરીયો મેળો યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના હજારો જૈન યાત્રિકો ઉમટી પડ્યા હતાં અને આદીનાથ દાદાના જયઘોષ સાથે ભાવિકોએ છ’ગાઉ યાત્રા સંપનન કરી હતી. ફાગણ સુદ તેરસ નિમિતતે યોજાતી છ’ગાઉ…

ઈશ્વરિયા શાળામાં રંગારંગ ધૂળેટી

ધૂળેટી પર્વે શાળાઓમાં રજા હોવાથી આજે મંગળવારે ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય હસમુખભાઈ પટેલ તથા શિક્ષકગણ સાથે વિદ્યાર્થી ભુલકાઓએ રંગરંગ ધુળેટી મનાવી ત્યારે કાર્યકર્તા મુકેશકુમાર પંડિતનો જન્મદિવસ હોઈ બાળકોને મીઠુ મો કરાવી સૌ હરખભેરૂ હોળી-ધૂળેટી ખેલ્યા હતાં.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ જાહેર મકાન,જમીન,ખાનગી મકાન,દિવાલ વગેરે મિલકતોના થતા બગાડ પર પ્રતિબંધ મુકતા ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને જયાં મિલ્કતોના બગાડ ઉપર પ્રતિબંધ અંગે સ્થાનિક કાયદો નથી, ત્યાં પણ કોઇપણ પ્રકારનો કાયમી (પરમેનન્ટ) કે અર્ધકાયમી (સેમી પરમેનન્ટ) બગાડ ખાનગી મિલ્કત ઉપર થઇ શકશે નહિ. એટલું…

ભાવનગર જીલ્લાના ભુંભલી ગામના સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ભુંભલી ગામના સ્મશાન પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ ગત રાત્રીના આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ભુંભલી ગામ તબુ ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી…

ભાવનગરથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના

ભાવનગર શહેરના ભરતનગર કાચના મંદિર પાછળથી ચામુંડા મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ સંઘ પુનમના દિવસે ચોટીલા પહોંચી ધજા ચડાવી ચામુંડા માતાજીના દર્શન કરી. ધન્યતા અનુભવશે.

હસતા રહીએ, પ્રસન્ન રહીએ કાયમ ખુશાલી માનવીએ..!

હસતી રહેતી વ્યક્તિ હૈયાની નિખાલસ હોય છે, તેવું કહેવામા આવે છે. આનો અર્થ એવો તો નથી જ કે ગંભીર રહેનાર વ્યક્તિ કપટી કે પેટ-મેલી હોય, પરંતુ સૌને હસતા રહેનાર વધુ ગમે છે. હસી રહેલું બાળક હોય, પ્રસન્ન રહેનાર સાથી હોય..!…

ઈશ્વરીયા નાણાં રોકાણ જાગૃતતા અને ડિઝિટલ વ્યવહાર માર્ગદર્શન જનસુવિધા કેન્દ્ર અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જન સુવિધા કેન્દ્ર ઈશ્વરીયા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં નાણાં રોકાણ જાગૃતતા અને ડિઝિટલ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ડિઝિટલ ગામ ઈશ્વરીયા ખાતે જન સુવિધા કેન્દ્ર અંતર્ગત રવિવારે ડિઝિટલ નાણાંકીય વ્યવહાર સાથે નાણાં રોકાણ જાગૃતતા કાર્યક્રમમાં જનસુવિધા કેન્દ્રના જીલ્લા પ્રબંધક શ્રી વિરમદેવસિંહ…

ખડખડાટ ખુશાલી

જિંદગી જીવવા માટે છે કે..? અતિશયોક્તિ ન માનીએ તો મોટાભાગે જીવતર ઝેર ખાવા કે ઝેર પીવા માટે હોય તેવી પતિસ્થિતિ આપણે સૌએ પેદા કરી નાખી નથી લાગતી? હૈયાના ભાવની હત્યા કરી, મોંઢા પર કૃત્રિમ હાવ-ભાવ કરવા પડી રહ્યા છે. આમ…

જેસરના રબારીકા ગામમાંથી ઘાતક હથિયારો સાથે ૩ શખ્સ ઝડપાયા

આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને આદર્શ આચારસંહિતાનો અસરકારક અમલ કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, મહુવા ડિવિઝનના ના.પો.અધિ. આર એચ. જાડેજા તથા ભાવનગર એલ.સી.બી. પો.ઇન્સ. એચ.એન.બારોટ. મહુવા પો.સ્ટે. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી./મહુવા પોલીસના કાફલાએ…