www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 15, 2018

અમરેલી

રાજસ્થાન વિધાનસભાની ચુંટણીમાં પ્રતાપગઢ અને ધારિવાદ વિધાનસભા સીટમાં અમરેલી જિલ્લામાથી આગેવાનોને જવાબદારી સોપાઈ

આગામી દિવસોમાં રાજસ્થાન વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપને રાજસ્થાનની પ્રતાપગઢ અને ધારિવાદ વિધાનસભા સીટના પ્રચાર પ્રસાર માટે અમરેલી જિલ્લામાથી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુર હિરપરાને જવાબદારી સોપાઈ છે. રાજસ્થાન ચુંટણી અંતર્ગત પ્રતાપગઢ…

ભાવનગર

ભાવનગર,અમરેલી,દેવભૂમિ દ્વારકા ,પોરબંદર,જામનગર,જૂનાગઢ શહેર જિલ્લા શક્તિ પ્રોજેક્ટના પ્રભારી તરીકે સંજયસિંહ ગોહિલ(માલપર)ની વરણી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ આદરણીયશ્રી રાહુલ ગાંધી દ્વારા પ્રેરિત ‘શક્તિ’ પ્રોજેક્ટ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્ધારિત કરેલ લક્ષ્યાંક પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 2જા નંબરે અને ભાવનગર શહેર જિલ્લામાં 1નંબરે કાર્યકર્તાઓના રજીસ્ટ્રેશન કરાવ્યા તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ…

અમરેલી

અમરેલીમાં ગટર પાઇપ લાઇનના કામના કારણે રસ્તાઓ ખોદી નાખતા હાલાકી : વિરજીભાઇ ઠુંમર

લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અમરેલી કલેકટરશ્રીને પત્ર પાઠવીને અમરેલીના રસ્તાનો પ્રશ્ન ફરિયાદ સંકલન સમિતિમાં લઇને તાત્કાલીક નિવેડો લાવવા  માંગણી કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, અમરેલીમાં ગટર પાઇપલાઇન નાખવાના કારણે મોટા ભાગના મેઇન રસ્તાઓ ખોદી નાખેલ છે. શહેરીજનો…

અમરેલી

કોમી એકતાના હિમાયતી સૈયદ દિલાવરબાપુ ચિશ્તી જન્નતનશીન

અમરેલીના પીરે તરિકત, ચિરાગે ગુજરાત, સૈયદ દિલવાર બાપુ ચિસ્તી બંદાનવાજીનું શનિવાર રાત્રીના અમદાવાદ ખાતે ઇન્તેકાલ થતા જન્નતનશીન થયા હતા સૈયદ દિલાવરબાપુ ચિસ્તી  છેલ્લા એકાદ મહિનાથી સારવાર હેઠળ હતા ઇન્તેકાલ થવાના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ હિન્દૂ સમાજમાં શોક…

અમરેલી

બગસરામાં એશિયાઇ સિંહોની રક્ષા માટે પ્રાર્થના રાસ : શ્રી ગીગેવ રાસ મંડળની બાળાઓ દ્વારા સિંહને બચાવવા માતાજીને પ્રાર્થના

નવરાત્રી એટલે માતાજીના આરાધનાનુ પર્વ મા અંબે માઁનુંઙ્ગ વાહન ગણાતા સિંહ હમણાં થોડા સમયથી અકાળે અવસાન પામી રહ્યા છે. વાયરસને કારણે તાજેતરમાં જ અનેક સિંહોના  મૃત્યુ થયા છે ત્યારે બગસરાની શ્રી આપાગીગાની જગ્યામાં બાળાઓ દ્વારા સિંહના મોરા પેરીને માતાજીના વાહક…

ગુજરાત

વડોદરા અને રાજકોટનું યુવાધન ગરબે ઘુમ્યું…

ચોથા નોરતે વડોદરા અને રાજકોટનું યુવાઘન મનભરીને ગરબે ઘૂમ્યું હતું. વડોદરા શહેરના યુનાઇટેડ વે, વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ સહિતના ગરબા ગ્રાઉન્ડ પર યુવાઓમાં તરવરાટ જોવા મળ્યો હતો. વડોદરાના ગરબા ગ્રાઉન્ડ્‌સ પર લાખો ખેલૈયાઓ ઉમટી પડ્‌યા હતા. અને માની આરાધનાની સાથે સાથે…

અમરેલી

લાઠી શહેર માં ભારતીય કિસાન સંધ દ્વારા મામલતદાર શ્રી મણાત સાહેબ ને આવેદન પત્ર પાઠવી ત્રીસ થી વધુ માંગ કરાય

લાઠી ભારતીય કિસાન સંધ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી મણાત સાહેબ ને આવેદન પત્ર પાઠવી ત્રીસ થી વધુ માંગણી કરી હતી. ત્રીસ થી વધુ માંગ સાથે લાઠી તાલુકા ને ત્વરિત અછત ગ્રસ્ત જાહેર કરવા ખેડૂતો ને ક્રોપકટીંગ સર્વે માં સાથે…

ભાવનગર

યોગ-ગરબાનો સુભગ સમન્વય

આજકાલ યુવા વર્ગમાં અવનવા ટ્રેન્ડનો દૌર ચાલ્યો છે ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોને ભારતની અર્વાચીન સંસ્કૃતિ યોગાનું ભારે ઘેલુ લાગ્યું છે. લોકોનો વધુને વધુ જુકાવ લગાવ યોગ તરફ વધી રહ્યો છે ત્યારે ભાવેણાની પુત્રી યોગા ક્વીન…

અમરેલી

રાજુલાના ગોકુલનગર ખાતે નવરાત્રિ રાસગરબાનો પ્રારંભ

રાજુલાના ગોકુલનગર પાર્ટી પ્લોટમાં છેલ્લા ૬ વર્ષથી માત્ર મહિલા, બહેન, દિકરીઓ દ્વારા ઉજવાઈ રહેલ જય માતાજી યુવા ગ્રુપ આયોજીત નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મુકવા દિપ પ્રાગટ્ય માટે વાવડી મહંત બાબભાઈ બાપુ, ચાંદલીયા ડાંગરના મહંત લવકુશ મુનીબાપુ તેમજ હીરાભાઈ સોલંકી દ્વારા દિપ…

ભાવનગર

ચોરાઉ મોટરસાયકલો સાથે કરચલીયાપરાના શખ્સો જબ્બે

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા શખ્સો ચોરાઉ મોટરસાયકલ સાથે પ્રભુદાસ તળાવ પાસેથી નિકળવાની પૂર્વ બાતમી આધારે ઘોઘારોડ પોલીસે શખ્સોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જી.કે.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડિ.સ્ટાફ પો.સબ.ઇન્સ એમ.એમ.મુનશી, હેડ કોન્સ. યોગભા જાડેજા, પો.કોન્સ…