www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 16, 2018

અમરેલી ખાતે કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા અંગેની બેઠક યોજાઇ

અમરેલી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને મગફળી ખરીદી પ્રક્રિયા અમલીકરણ અંગેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નિયુક્ત ટીમને મગફળી ખરીદી પ્રક્રિયા અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી. ખરીદી દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે નિયત થયેલ તમામ ધારાધોરણો…

તા.૧૮મીએ કેન્‍દ્રીય રાજયમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા કૃષ્‍ણગઢ ખાતે શાળાનું ઉદઘાટન કરશે

કેન્‍દ્રીય કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને પંચાયતીરાજ રાજયમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા અમરેલી જિલ્‍લાના પ્રવાસે આવનાર છે. તેમના પ્રવાસ કાર્યક્રમ મુજબ તેઓશ્રી તા.૧૮મી નવેમ્‍બર-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે લાઠી તાલુકાના કૃષ્‍ણગઢ ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન કરશે.

તા.૧૭મીએ રૂગનાથપુર ખાતે સભા અને નાટક યોજાશે

રાજય સરકાર દ્વારા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયેલ છે. તા.૧૭મીના રોજ જાફરાબાદ તાલુકાના કડીયાળી, ઘેંસપુર, સોંખડા, મોટા માણસા, પાટી માણસા તેમજ ખાંભા તાલુકાના બારમણ નાના, ચક્રાવા,…

અનુસૂચિત જાતિ યોગ તાલીમ સેમિનારમાં ભાગ લેવા બાબત

સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા અમરેલી જિલ્‍લામાં અનુ. જાતિની વસ્‍તી ધરાવતા એક તાલુકા મથકે અનુ. જાતિ યોગ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. તા.૩૦ નવેમ્‍બર-૨૦૧૮ પહેલા વિનામૂલ્‍યે યોગ સેમિનાર યોજવામાં આવશે. આથી યોગમાં રસ ધરાવતા અનુ.જાતિના ઉમેદવારોએ પ્રાદેશિક-જિલ્‍લા રમત પ્રશિક્ષણ…

અમરેલી જિલ્‍લા ભાજપનું કાર્યકર્તાઓની ભવ્‍ય વિશાળતા વચ્‍ચે સ્‍નિેહ મિલન યોજાયું

સરદાર કોંગ્રેસના હોય તો સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની ભવ્‍ય પ્રતિમાના દર્શન કરવામાં કોંગ્રેસને આજદીન સુધી સમય મળ્‍યો નથી. શ્રી રૂપાલ જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રી રૂપાલા, દવે, પ્રાગજીભાઈ હીરપરા, ડો.કાનાબાર સાહેબ, બાલુભાઈ તંતી, દિનેશભાઈ પોપટ ની હાજરી વચ્‍ચે વર્તમાન પ્રમુખ શ્રી હીરપરા…

શિશુવિહાર બુધસભાના ઉપક્રમે પ્રાઘ્‍યાપક તખ્‍તસિંહજી પરમાર જન્‍મ શતાબ્‍દી અભિવાદન

ભાવનગર મહારાજા વિજયરાજસિંહ દ્વારા પ્રારંભાયેલ બુધવારિયા બંગલાની સાહિત્‍ય પ્રવુતિને આગળ ધપાવતા વર્ષ ૧૯૮૦માં પ્રાઘ્‍યાપક તખ્‍તસિંહજી પરમાર દ્વારા સ્‍થાપિત બુધસભાના ઉપક્રમે તા.૧૮ નવેમ્‍બરે નીરક્ષીર-જાહનવી સ્મૂતી કાર્યક્રમ યોજાશે. ગુજરાત ભાષાને રાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર કવિ રાજેન્દ્ર શુકલ તથા પદ્મશ્રી  ડૉ.એમ.એચ.મહેતાના અઘ્‍યક્ષ સ્‍થાને…

ભાવનગરના ઈશ્વરીયા બસ સેવા સાપ્તાહિક, અર્ધસાપ્તાહિક તથા આડેધડ જ કાયમી રાહે રહેતા ઉતારુઓ રઝળી રહ્યા છે

તંત્રની મહેરબાનીથી ભાવનગર ઈશ્વરીયા બસ સેવા સાપ્તાહિક અર્ધસાપ્તાહિક તથા આડેધડ જ મળી લાગે છે, આથી કાયમી રાહે રહેતા ઉતારુઓ રઝળી રહ્યા છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની મોટી મોટી તસ્વીરો સાથે યોજના કાર્યક્રમોમાં ગામડાની બસ સુવિધાની સ્થિતિનો ખ્યાલ આપવામાં આવે તો આ…

સ્‍વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી

ગામ. હીરાણાના (તા.લાઠી, જી.અમરેલી) ના વતની સ્‍વ.શ્રી પ્રાગજીભાઈ વિરાણી તથા શ્રી ગણેશભાઈ વિરાણી એ ઢસા જં. માં આજથી 59 વર્ષ  પહેલા નાના પાયે કરેલ વ્‍યવસાય આજે વટવૃક્ષ  સમાન વિકાસ પામેલ છે, આ પે વાણિજય ક્ષેત્રે 59 વર્ષ પૂર્ણ  થતા હાલમાં…

અમરેલીના કેરિયાચાડ માં દેવી ભાગવતમાં તુલસીવિવાહ નું આયોજન કરાયું

અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામે ચાલતી દેવી ભાગવત સપ્તાહમાં તુલસીવિવાહ માં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા મહેમાનો ઉમટી પડ્યા હતા. જેમાં બિહારીબાપુની જગ્યાએથી સતીમાતાના મંદિર સુધી ઠાકરનું સામૈયું લઈ જવામાં આવ્યું હતું. અને સાંજે ગ્રામજનો એ સમૂહ ભોજન લીધું હતું.

સાંસદશ્રી ભારતીબેન શિયાળ એ જાળિયા ગામે સવાણી પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશદ્વારનું ખાતમુહુર્ત કર્યું

જાળિયા ગામે સવાણી પરિવારના સૌજન્યથી નિર્માણ થનાર પ્રવેશદ્વારના ખાતમુહુર્ત પ્રસંગે સાંસદશ્રી ભારતીબેન શિયાળે કહ્યું કે આદર્શ ગામ હોવાથી છાપ સ્પષ્ટ થાય છે. અહી શ્રી વિશ્વાનંદજી માતાજી તથા અગ્રણીઓ જોડાયા હતા.સ્વર્ગસ્થ ઇન્દુબેન ત્રિકમભાઈ સવાણીના સ્મરણાર્થ તેમના પુત્ર શ્રી રાજુભાઈ સવાણી તથા…