www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 21, 2018

જીએમડીસીના જનરલ મેનેજરનો વિદાય સમારોહ યોજાયો

 ભાવનગરમાં ફરજ બજાવતા શ્રી એ.કે. ગર્ગની બદલી થઈને જીએમડીસી હેડ ઓફીસ અમદાવાદ ખાતે સીનીયર જનરલ મેનેજર તરીકે નિમણૂક થતા, તેમને સસ્નેહ વિદાય સમારોહ  અને જીએમડીસી ભાવનગર ખાતે પ્રોજેકટ ઈનચાર્જ તરીકે નિમણૂક પામેલા શ્રી નીરજ પરીખ  નો સ્વાગત  સમારોહ સાથે સ્નેહમીલન…

શેરબજારમાં સતત બીજા દિને મંદીનો માહોલ રહ્યો

શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનો માહોલ જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૧ શેરો પર આધારિત સેંસેક્સ ૩૦૦.૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૪૭૪.૫૧ બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ ઇન્ડેક્સ આંક ૧૦૭ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો હતો તેની સપાટી…

રાજદ્રોહ કેસ હાર્દિક સહિત ત્રણ લોકોની વિરૂદ્ધ ચાર્જફ્રેમ

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજી કોમી વૈમનસ્ય ફેલાવવાના, સમાજમાં અરાજકતા અને વર્ગવિગ્રહ ફેલાવવાના તેમ જ સરકાર સામે યુધ્ધે ચડવાના ઇરાદાના ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ વિરૂધ્ધ ત્રણ વર્ષ બાદ આખરે સેશન્સ કોર્ટે…

ગીરમાં સિંહો માટે અદ્યતન હોસ્પિટલ બનાવવા તૈયારી

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગીરમાં સિંહોને લઇ બહુ મહત્વની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ગુજરાતની…

છત્તિસગઢમાં બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ ૬૫ ટકાથી વધુ મતદાન

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૬૫ ટકાથી ઉંચુ મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ મતદાન માટે એક લાખથી વધુ પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનની સરખામણીએ થોડુ નીચે મતદાન નોંધાયું હતું. જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જાગી…

પાટીદાર નેતા કથિરિયાને અંતે કોર્ટે જામીન આપ્યા

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ગાળ્યા બાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે કથીરિયાને જામીન પર મુકત કર્યા હતા. હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. અલ્પેશ કથીરિયા જેલમાંથી મુકત થાય તે…

સાબરમતી કાંઠે બુદ્ધની ૮૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવાશે

દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની ભગવાન બુદ્ધની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ પીસનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે અમદાવાદ મહુડી રોડ પર ગાંધીનગરની નજીક સાબરમતી…

પેટ્રોલની કિંમત ૩ માસની નીચી સપાટી ઉપર પહોંચી

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલની કિંમત ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત બે મહિનાની નીચી સપાટી પર પહોંચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલન કિંમતમાં ઓગષ્ટના મધ્યથી…

લીલીયા તાલુકાના ઢાંગલા ખાતે તુલસી વિવાહ સાથે પર્યાવરણ પ્રકૃતિ બચાવોની પ્રતિજ્ઞાનો સુંદર સંદેશ

લીલીયા ના ઢાંગલા ગામે ભગવાન ચિ શાલીગ્રામ સંગ ચિ વૃંદાજી નો પરણીય પર્વ યાદગાર બનાવતા, શ્રી શક્તિ મહિલા મંડળ (સુરત) તેમજ શ્રી ઢાંગલા યંગ ગ્રુપ મંડળ દ્વારા અદભુત તુલસી_વિવાહ નુ આયોજન કરાયું હતું. તુલસી વિવાહ પ્રસંગે વૃક્ષો રોપણ નુ સુંદર…

આજે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ ટી-૨૦ જંગ થશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચ માટે ૧૨ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાનાર પ્રથમ ટી-૨૦ મેચ માટે ટીમમાં ઋષભ પંત, કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક ત્રણેય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે….