www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 2, 2019

સમાજના ઘણા પ્રશ્નને લઇ માલધારી યુવા ક્રાંતિ સભા

ગુજરાત સરકાર પાટીદારો, ઠાકોર, બ્રહ્મસમાજની અનામત સહિતની વિવિધ માંગણીઓ અને આંદોલનને લઇ પહેલેથી જ મૂંઝવણમાં મૂકાયેલી છે ત્યારે હવે રાજયમાં પશુધન,ગૌચર, ગૌવંશની ગેરકાયદે કતલ સહિતની અનેક વિવિધ સમસ્યાઓ અને માંગણીઓના મામલે હવે માલધારી સમાજે સરકાર સામે મેદાને પડવાનું નક્કી કર્યું…

પી.એસ.આઈ. પત્નિના ડી.વાય.એસ.પી. પટેલ સામે ગંભીર આરોપ

૨૦૧૬-૧૭ની બેચના ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી દાઢીના ભાગે રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની ચકચારભરી ઘટનામાં આખરે શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. બીજીબાજુ, મૃતક પીએસઆઇની પત્ની આ સમગ્ર પ્રકરણમાં જેની પર…

હેડલીના પ્રત્યાર્પણ માટે અમેરિકા સાથે વાતચીત

મુંબઇના ત્રાસવાદી હુમલાના મામલામાં અમેરિકા સ્થિત વોન્ટેડ ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યાર્પણ માટે સરકારના પ્રયાસ ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ ડેવિડ હેડલી અને કહાવુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં…

અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ મોદીએ અપાવ્યો છેઃ રાહુલ

રાફેલ ડિલને લઇને સંસદમાં સરકાર ઉપર પ્રહાર કરવાની સાથે સાથે સંસદની બહાર પણ રાહુલ ગાંધીએ આજે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ફ્રાંસના પ્રમુખ સાથે તેઓએ…

જાલીનોટના ગુન્હામાં બે આરોપીઓની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ગઇ કાલ તા.૦૧/૦૧/૨૦૧૯ ના રોજ અમરેલી શહેરમાં આવેલ એસ.બી.આઇ. ADB બેંકમાં બપોરના સમયે કોઇ ઇસમ ભરણામાં રૂા.૨૦૦૦ ના દરની બનાવટી ચલણી નોટ નંગ-૧૧ ભરી ગયેલ અને તે અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.થયેલ હતો. અને તે બાબતે *શ્રી નિર્લિપ્ત…

પેપર લીક કેસ : દહીંયા ગેંગના ૩ મુખ્ય આરોપીઓને પકડી પડાયા

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં એક મહિનાની સઘન તપાસના અંતે ગુજરાત પોલીસને બહુ મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને ગાંધીનગર પોલીસના સંયુકત ઓપરેશનમાં પેપર લીક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપીઓ એવા…

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો આજથી શુભારંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર તા.૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંત્યોદય-છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા ર૦૦૯થી ગરીબોના સશકિતકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે….

મંદિર માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જાવા તૈયાર નથી

રામ મંદિર ઉપર કાયદાકીય પ્રક્રિયા બાદ સરકાર તરફથી વટહુકમ લાવવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી ઘણા હિન્દુ સંગઠનોમાં નારાજગી દેખાઈ રહી છે. વિહિપના આંતરરાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું છે કે, મંદિર નિર્માણ માટે અચોક્કસ મુદ્દત સુધી કોર્ટમાં ચુકાદાને ઇન્તજાર…

કરેળમાં બે મહિલાના દર્શન બાદ ફરીથી હિંસક દેખાવો

કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. મોડેથી મંદિરના કપાટ ફરી ખોલવામાં આવ્યા હતા. બે મહિલાઓએ દાવો કર્યો હતો કે, આજે સવારે મંદિરમાં પ્રવેશ કરીને ભગવાનના દર્શન કર્યા હતા. આ પ્રકારના દાવા બાદ શુદ્ધિ માટે…

ચૂંટણી પૂર્વે રાહુલને ભીંસમાં લેવાના પ્રયાસો છે ; શિવસેના

શિવસેનાએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના દાવાના આધાર પર આગામી લોકસભાની ચૂંટણીથી પહેલા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. શિવસેનાએ કહ્યું હતું કે કેન્દ્ર…