www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 11, 2019

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

ઉત્તરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઇમરન્જસી સારવારની સેવા ૧૦૮ને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ૧૦૮ના તમામ સ્ટાફ કર્મચારીઓને એકદમ એલર્ટ અને કોઇપણ ઇમરજન્સીની પરસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈનાત રહેવા કડક તાકીદ કરી દેવાઇ છે. ગુજરાતમાં ગત…

વડોદરા પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતાં પકડાયા

વડોદરાની પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસરને આજે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ગાંધીનગર સીબીઆઇની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાઇ જતાં સરકારી અધિકારીઓ અને વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અગાઉ આ જ આરોપી અધિકારી રજનીશ તિવારીના પત્ની પારૂલ તિવારી કે જે પણ…

ગુજરાત ; ઠંડીના ચમકારાનો વધુ એક દોર આવે તેવી વકી

અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. આજે પણ સવારથી લઇને બપોર સુધીના ગાળામાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારમાં આંશિક વાદળછાયુ વાતાવરણ પણ રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે….

ખડસલી ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી ઉપસ્થિત રહેશે

અમરેલી તા.૧૧-જાન્યુઆરી ૨૦૧૯ ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તા.૧૪/૦૧/૨૦૧૯નાં રોજ સવારે ૧૦-૦૦ કલાકે સાવરકુંડલા તાલુકાનાં ખડસલી ગામે ગ્રામસેવા કેન્દ્ર-લોકશાળા ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગ્રામસેવા કેન્દ્ર-લોકશાળા ખડસલી મુકામે મકરસંક્રાંતિનાં દિવસે યોજાનાર વાલી મિલન, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ અને ગાંધીજનોને રાજ્યપાલશ્રી સંબોધન…

સીબીએસઇના ધો-૧૦ના મેથ્સના પેપરમાં બે વિકલ્પ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે. સીબીએસઈ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના બે સ્તરોમાંથી એક પસંદ કરવાનો મોકો મળશે. નોટિફિકેશન મુજબ પહેલા દસમાનું ગણિતનું…

બિલ્ડરો દ્વારા પૈસા ન ચૂકવાતા ત્રાસથી કોન્ટ્રાકટરનો આપઘાત

શહેરના જૂના વાડજ વિસ્તારમાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા એક લેબર કોન્ટ્રાકટરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લેબર કોન્ટ્રાકટરે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી છે, જેમાં ત્રણ બિલ્ડરોના ત્રાસ અને તેઓની…

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયા

કૃષિ સેક્ટરને મોટી રાહત આપીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે યુરિયાની કિંમતમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો કરી દીધો છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે યોગી સરકારે આ નિર્ણય…

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટ્યો : વેપારીઓ નિરાશ

શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં વધુ ઘટાડો થયો હતો. આજે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૬૦૧૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો. પસંદગીના બેંકિંગ, ઓટો મોબાઇલના શેર અને…

પત્રકાર હત્યા કેસ : ગુરમિત રામરહીમ દોષિત જાહેર થયો

હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામરહીમને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કર્યા છે. પંચકુલા સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ રામરહીમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૧૬ વર્ષ જુના…

મિશન ૨૦૧૯: મોદી વધુ મોટા નિર્ણય લેવાના મુડમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચૂંટણી વર્ષમાં વધુ કેટલાક મોટા નિર્ણય લેવાના મુડમાં દેખાઇ રહી છે. જેના ભાગરૂપે સામાન્ય લોકો અને ખેડુતોને વધારે રાહત આપવામાં આવનાર છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવા, ખેડુતોને સીધા લાભ આપવા જેવા કેટલાક પગલા…