fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / 28 માર્ચ સુધી કન્યા જાતકો માટે છઠ્ઠા સ્થાને ચંદ્ર આરોગ્ય-રોગ-શત્રુ સ્થાનમાં રહેતા જુના રોગોમાં સાવધાન રહેવું

સાપ્તાહિક રાશીભવિષ્ય 22 માર્ચથી 28 માર્ચ

મેષ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ સ્ત્રીવર્ગ પત્નિ-સંતાનોથી લાભ કરાવનાર બને સ્ત્રી સૌંદર્ય પ્રસાધનો-શૃંગારના ધંધામાં લાભ થાય રાશીનો સ્વામિ મંગળ દશમાં સ્થાને ઉચ્ચનો થતાં ધંધામાં નવા સમીકરણો બદલાય બિજે શુક્ર આવક વધારે
બહેનો :- સંતાનોના અભ્યાસ પાછળ સમય વ્યતિત થાય
વિધ્યાર્થી :- સીનિયર વિદ્યાર્થી મિત્રોથી ખૂબ સારું માર્ગદર્શન મળે

વૃષભ:- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ લોખંડ-ખનીજ-પેટ્રોલ-ડીઝલ જેવા ધંધામાં આવક આપે. નોકરીયાત વર્ગ-પ્રાયવેટ નોકરીમાં કામની જવાબદારી હળવી થાય મંગળનું ભાગ્ય સ્થાને ભ્રમણ પરદેશ થી કામકાજ વધે શુક્ર આપની રાશીમાં સ્વગૃહી થતાં ખૂબ આનંદ આપે
બહેનો :- વડીલોની જવાબદારી-સેવામાં વધારો- ગૃહ ઉપયોગી કામ થાય
વિધ્યાર્થી:- ગુરૂજનોથી યોગ્ય દિશા પ્રાપ્ત થાય

મિથુન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર જલમાર્ગ-આયાત-નિકાસ-ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભાગ્યોદયની તક આવે મંગળનું આઠમા સ્થાને ઉચ્ચ રાશીમાં ભ્રમણ વિદ્યુત-આગજની થી સાવધાની રાખવી શુક્રનું વ્યય સ્થાને ભ્રમણ સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ વધે.
બહેનો :- ધાર્મિક કાર્યક્રમો અને સામાજીક કર્યો થાય
વિધ્યાર્થી:- નવા વિષયો તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકો

કર્ક :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વ્યવહારીક કાર્યમાં પરિવારજનોના કાર્યમાં વ્યસ્ત રહેવાનુ બને આવક વધારવા મહેનત કરવી પડે મંગળનું સાતમે ભ્રમણ રંગ-રસાયણથી લાભ થાય શુક્રનૂ લાભ સ્થાને ભ્રમણ ખુલલાભ આવે
બહેનો :- વાણી ઉપર નિયંત્રણ રાખવું – વડીલોની મર્યાદા સાચવવી
વિધ્યાર્થી:- રમત-ગમતની પ્રવૃતિમાં સંભાળવું

સિંહ :- સાતમા સ્થાને ચંદ્ર દાંમ્પત્ય જીવનમાં અને ભાગીદારીમાં ખુબજ સારા નિર્ણયો લેવડાવે મંગળનું છઠ્ઠા સ્થાને ભ્રમણ કોર્ટ-કચેરીમાં વિજય થાય શુકરનું દશમાં સ્થાને ભ્રમણ સ્ત્રી વર્ગથી આર્થિક યોગદાન પ્રાપ્ત થાય
બહેનો :- પતિ-પત્નિના સબંધોમાં મધુરતા વધે
વિધ્યાર્થી :- મનની એકાગ્રતામાં વધારો થાય- યાદશક્તિ વધે

કન્યા :- છઠ્ઠા સ્થાને ચંદ્ર આરોગ્ય-રોગ-શત્રુ સ્થાનમાં રહેતા જુના રોગોમાં પરેજી રાખવી જરૂરી બને-વાતાવરણની અસરથી સાંભળવું મંગળનું પાંચમા સ્થાને ભ્રમણ મિત્રોથી લાભ રહે શુક્ર ભાગ્ય સ્થાને દેવીકૃપા મળે
બહેનો :- દેવી ઉપાસના મંત્ર અનુસ્થાન સિધ્ધ થાય
વિધ્યાર્થી :- બિન જરૂરી ખાણી – પીણી થી દૂર રહેવું

તુલા:- પાંચમા સ્થાને ચંદ્ર સંતાનોના કાર્ય શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા હોય તો એના કાર્યમાં વિશેષ સમય આપવો પડે મંગળનું ચોથા સ્થાને ભ્રમણ સ્થાવર મિલ્કતમાં વધારો થાય શુક્રનું આઠમે ભ્રમણ શ્વસુર પક્ષથી લાભ રહે
બહેનો:- આગળ અભાયાસની ઈચ્છા પૂર્ણ કરવા પ્રયત્ન કરવો
વિધ્યાર્થી:- અભ્યાસમાં ધીમી છતાં સારી સફળતા મળે

વૃશ્ચિક:- ચોથા સ્થાને શનિની રાશીમાં ચંદ્ર વાહનને લગતી કામગીરી ખેતીવાડીના કામ થાય- મંગળનું ઉચ્ચરાશીમાં ત્રીજે ભ્રમણ અચાનક ભાગ્યોદયના દ્વાર ખોલી શકે શુક્રનું સાતમે ભ્રમણ લગ્ન જીવન માટે ઉત્તમ રહે
બહેનો:- પીઆર પક્ષથી શુભ સમાચારો મળે-લગ્ન ઈચ્છુકો માટે શ્રેષ્ઠ સમય
વિધ્યાર્થી:- મોસાળ પક્ષે જવાનું થાય – આનંદ વધે

ધન:- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ સાહસ-પરાક્રમ વધારનાર-ધાર્મિક કાર્યમાં જોડાઈ રહેવાનુ થાય મંગળનું બીજા સ્થાને આગમન આવક માટેની તક્વધે શુક્રનું છઠ્ઠા સ્થાને ભ્રમણ ગુપ્ત રોગો-પથરી-મુત્રાશયના રોગોમાં સાંભળવું
બહેનો:- ભાઈ-ભાંડુ થી યોગ્ય સહકાર મળે
વિધ્યાર્થી:- સાહસ-પરાક્રમમાં વધારો થાય- ધીરજ રાખવી

મકર:- બીજા સ્થાનમાં ચંદ્ર આવકમાં વધારો કરે નાણાકીય કટોકટી ઓછી થાય પારિવારીક જીવનમાં શાંતી રહે મંગળનું આપની રાશીમાં ઉચ્ચ સ્થાને રહેવું આપણે ફળદાયી બનાવશે શુક્ર પાંચમે ભ્રમણ નવા સ્ત્રી મિત્રોનો પરિચય થાય
બહેનો:- યશ-કિર્તિ-પ્રતિષ્ઠામાં વધારો થાય
વિધ્યાર્થી :- પ્રવાસ-પર્યટન-પીકનીકમાં સંભાળવું

કુંભ:- આપની રાશીમાં ચંદ્ર ખુબજ શાંતિ ચિતે સમય પસાર થાય – થોડી આળસવૃતિમાં વધારો – ધીમી કાર્યવાહી થાય મંગળનું બારમે આગમન પ્રવાસ-પુસા ફરીમાં સંભાળવું શુક્રનું ચોથે ભ્રમણ ભૌતિક સુખ સગવડોમાં વધારો કરી શકો
બહેનો:- શીતળતામાં વધારો અનહદ શાંતી આપે
વિધ્યાર્થી:- અભ્યાસની તિવ્રતા વધારવા પ્રયત્ન કરશો

મીન:- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક-જાવક ને બરાબર રાખવા જરૂરી પ્રયત્ન કરવા બિન જરૂરી મુસાફરીનો ત્યાગ કરવો મંગળ લાભ સ્થાને જુના નાણા અને મિત્રો પરત મેળવી શકો શુક્રનું ત્રીજો આગમન પૂર્ણ દેવી શક્તિની અનુભૂતિ થાય
બહેનો:- આરોગ્યની સંભાળ રાખી દરેક કાર્યમાં જોડાવું
વિધ્યાર્થી:- જરૂર પૂરતી દોડધામ કરવી આરોગ્ય સાચવવું

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

ચંદ્રેશ જોષી / 04 એપ્રિલ સુધી મિથુન જાતકો માટે બારમાં વ્યયભુવનમાં ચંદ્ર -શુક્રની યુતિ સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ વધે

City Watch News

સાળંગપુર કષ્ટ્રભંજન મંદિર, ગોપનાથ મંદિર પણ બધં રહેશે

City Watch News

પૂજ્ય મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત કોશમાં 25 લાખનું અનુદાન

City Watch News