fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / 2 મે સુધી તુલા જાતકો માટે પાણી વાળી જ્ગ્યા અને લપસણી જગ્યાએ શરીર સાચવવું. પાણીમાં સંયમ રાખવો

સાપ્તાહિક રાશીભવિષ્ય 26 એપ્રિલ થી 2 મે સુધી.

મેષ :- બીજા સ્થાનમાં ચંદ્ર આર્થિક દ્રષ્ટિએ ખૂબજ સારા પરિણામો આપશે આપની ધન સંબંધિત ચિંતાઓ દૂર થાય દશામાં ભુવનમાં મંગળ શનિની વૃતિ લોખંડ-ખનીજ-સ્થાવર મિલ્કત સંબંધિત આવક ઊભી કરવામાં સહાય કરે.
બહેનો :- પરિવારજનોમાં યશ-માનમાં વધારો થાય

વૃષભ:- આપની રાશિમાં ઉચ્ચનો ચંદ્ર ખુબજ સારી માનસિક પરિસ્થિતી આપનાર સારા અને ઉચ્ચ વિચારોનું સર્જન કરનાર ભાગીદારીના ધંધામાં સહજતાથી સારા નિર્ણયો લેવામાં અનુકૂળતા આપે.
બહેનો :- દાંપત્યજીવનમાં પ્રેમ, હુંફ અને મધુરતા વધે.

મિથુન :- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક-જાવકના પલડાને સમતોલ રાખે પરિવારજનો માટે ખર્ચનું પ્રમાણ વધશે એ સિવાય આઠમે શનિ મંગળની યુતી હોય આરોગ્યની સંભાળ અને ખોટા ખર્ચથી બચવું.
બહેનો :- બિનજરૂરી મુસાફરી ન કરવી આરોગ્યમાં સુધારો આવે.

કર્ક :- લાભસ્થાન ઉચ્ચા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપનો રાહયાધિપતિ થતાં સ્ત્રીવર્ગ, સફેદ વસ્તું બરફ-પાણી જેવી વસ્તુથી લાભ કરાવનાર બને મંગળ-શનિની સાતમે યુતી રંગ રસાયણ-કેમિકલના ધંધામાં ખૂબ લાભ રહે
બહેનો :- સંતાનોની પ્રવૃતિમાં યોગદાન આપી શકો॰

સિંહ :- દશમાં ભુવનમાં ચંદ્રનું ભ્રમણ ધંધા-ઉધ્યોગક્ષેત્રમાં સારી આવક આપે.ધંધાકીયક્ષેત્રમાં પ્રગતિ માટે ઉચ્ચ અધિકારી તરફથી સારું માન સન્માન મળે.
બહેનો :- ગૃહઉધ્યોગ ના ધંધામાં સારી આવક રહે.

કન્યા :- ભાગયસ્થાનમાં ચંદ્ર આપના ભાગ્યોદયની ઉજ્વળ તક લઈને આવે ધાર્મિક સંસ્થા કે સેવાકીય પ્રવૃતિમાં વ્યસ્ત રહી સમયનો સદ ઉપયોગ કરી શકો. સ્વબળે આગળ વધવાની આંતર પ્રેરણા મળે.
બહેનો :- ભાઈ-ભાંડુને યથા યોગ્ય સહયોગ આપી શકો.

તુલા:- આઠમા સ્થાનમાં ચંદ્ર વાણી દવારા બીજાને આકર્ષિત કરવાનો અને ભાવ વિભોર કરવાનો પ્રયત્ન સફળ થાય આવકના સાધનો વધે છતાં ખાસ જલ પ્રવાહ અને લપસણી જ્ગ્યા ઉપર શરીરનું ધ્યાન રાખવું
બહેનો:- બિન જરૂરી શબ્દોની મારામારીથી દૂર રહેવું.

વૃશ્ચિક:- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વિચારોમાં શ્રેષ્ઠતા આપનાર-સુંદર કલ્પનાઓ આપનાર-દાંપત્યજીવનમાં ભાગીદારીના ધંધામાં પ્રેમાળ વર્તન અને સારી બાબતોના નિર્ણયો લેવડાવનાર બને.
બહેનો:- મનને અદભૂત શાંતિનો અનુભવ થાય.

ધન:- છઠા સ્થાને ચંદ્ર આરોગ્યને સાચવી રાખવું ખાસ કરીને પાણી જ્ન્ય રોગો-મૂત્રપિંડ-પથરી કે અન્ય ગુપ્તરોગોમાં સાવધાની રાખવી. કોર્ટ-કચેરીના કાર્ય કે અન્ય કાયદાકીય કાર્ય માટે નાની મોટી દોડા દોડી કરાવે.
બહેનો:- જૂના રોગોમાથી મુક્તિ મળતા આનંદનો અહેસાસ થાય.

મકર:- પાંચમા સ્થાને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશીમાં રહેતા સંતાનોના શિક્ષણ માટેની કાર્ય પધ્ધતીમાં મદદ રૂપ થાય. જૂના મિત્રો સાથે વાત કરવાનો અવસર મનને આનંદ આપે જૂના સંસ્મરણોને વાગોળવાની તક મળે
બહેનો:- સખી-સહેલી કે સ્નેહીજનો તરફથી શુભ સંદેશો મળે.

કુંભ:- ચોથા સ્થાને ચંદ્ર ભૌતિક સૂખ-સગવડોમાં વધારો કરનાર આવક માટેના પ્રયત્નો સફળ કરનાર ખેતીવાડી-જમીન-બાગ-બગીચાના માધ્યમથી આવકનું પ્રમાણ વધે. માતૃપક્ષે થી ખૂબ જ સારો સહયોગ મળે.
બહેનો:- નોકરોયાત વર્ગને આગળ વધવાની તક આવે.

મીન:- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ તમારામાં સાહસ વધારનાર હાથમાં લીધેલ કાર્યને પૂરા ધૈર્ય સાથે પૂર્ણ કરાવનાર અને ધાર્મિક કે સામાજિક ક્ષેત્રમાં તમારું યોગદાન આપનાર બને દૈવી ઉપાસનાથી લાભ રહે
બહેનો:- ભાગ્યની દેવીની કૃપા તમારા ઉપર વરસે.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

ચંદ્રેશ જોષી / 16 મે સુધી વૃષભ જાતકો કોઈના જામીન કે સાક્ષી થવામાં ક્યાય પડવું નહીં વડીલોની મર્યાદા ભંગ ન થાય એ જોવું, ગુસ્સા ઉપર કાબૂ રાખવો

City Watch News

પૂજ્ય મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત કોશમાં 25 લાખનું અનુદાન

City Watch News

ચંદ્રેશ જોષી / 04 એપ્રિલ સુધી મિથુન જાતકો માટે બારમાં વ્યયભુવનમાં ચંદ્ર -શુક્રની યુતિ સ્ત્રીવર્ગ પાછળ ખર્ચ વધે

City Watch News