fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / 9 મે સુધી મકર જાતકો માટે વાણી અને વર્તનમાં મીઠાસ રાખવી-જાહેર જીવનમાં સંભાળીને ચાલવું

સાપ્તાહિક રાશીભવિષ્ય 03 મે થી 09 મે સુધી.

મેષ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના શિક્ષણ સંબંધિત કાર્ય કરાવે મિત્રો પાસેથી સલાહ પ્રાપ્ત થાય મંગળ લાભ સ્થાને જતાં સ્થાવર-મિલકત-જમીન-કેમિકલ્સના ધંધામાં ખૂબ સારો લાભ અપાવશે બુધ બીજા સ્થાને આવક વધારનાર બને.
બહેનો :- સ્નેહીજનો અને સંતાનોના કાર્યમાં પ્રવૃત રહેવાનુ બને.

વૃષભ:- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ સપ્તાહના પ્રારંભે બાગ-બગીચા-ખેતીની કે ઉધ્યોગ-ધંધાના કાર્યમાં સરળતા આપે મંગળનું દશમાં સ્થાને ભ્રમણ યંત્ર સંબંધિત કાર્ય પૂર્ણ થાય બુધ આપની રાશિમાં આવતા મહત્વના નિર્ણય લેવાય.
બહેનો :- ભૌતિક સૂખ-સગવડના સાધનો વધતાં આનંદ રહે.

મિથુન :- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ ભાઈ-ભાંડુના કાર્યમાં આપનું માર્ગદર્શન પ્રેરણાદાયક અને સાહસ પૂરું પાડનાર બને સાહસ પૂરું પાડનાર બને મંગળનું ભાગ્ય સ્થાને ભ્રમણ પરદેશથી શુભ સમાચાર મળે બુધ વ્યય ભુવનમાં રહેતા ખર્ચમાં વધારો થાય
બહેનો :- ધાર્મિક કાર્યની ઇચ્છા પૂર્તિ થાય દેવદર્શનનો લાભ મળે.

કર્ક :- બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ પારિવારિક જીવનમાં અને આવકની દ્રષ્ટિએ સારું ફળ આપનાર બને વાણીમાં સહેજ ઉગ્રતા આવી શકે મંગળનું આઠમે આગમન વાહન ધીમે ચલાવવું બુધ લાભ સ્થાને આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવી શકે.
બહેનો :- કુટુંબ-પરિવારમાં તમારું વર્ચસ્વ જળવાય.

સિંહ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વિચારોમાં ઉત્તમ વિચારો આપનાર દરેક કાર્ય તટસ્થતાથી પૂર્ણ કરાવનાર બને મંગળનું સાતમે ભ્રમણ દાંપત્ય જીવનમાં શાંતિ રાખવી બુધ દ્શમે ઉધ્યોગ-ધંધામાં સારું કર્યું.
બહેનો :- દરેક નિર્ણયો આપ નિર્ભયતાથી લઈ શકો

કન્યા :- વ્યય ભુવનમાં ચંદ્ર કારણ વગરની મુસાફરીનો યોગ ઊભો કરનાર બિનજરૂરી ખર્ચ વધારનાર બની શકે મંગળનું છઠા સ્થાને ભ્રમણ શત્રુઓને શાંત રાખે બુધનું ભાગ્ય સ્થાને દૈવી ઉપાસના ખૂબ લાભ આપે
બહેનો :- બીનજરૂરી દોડધામ આરોગ્ય બગાડી શકે-ખર્ચ વધે.

તુલા:- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ મેડિકલ લાઈન-ચિકિત્સક-રાજકીયક્ષેત્રથી સારો લાભ આપનાર બને પાંચમા સ્થાને મંગળ સંતાનોના કાર્ય થાય બુધનું આઠમા સ્થાને આગમન પત્નીના વારસાઈ સંપતિના પ્રશ્નો ઊકલે.
બહેનો:- સખી-સહેલીને મળવાનો આનંદ લઈ શકો.

વૃશ્ચિક:- દશમા સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉધ્યોગ-ધંધામાં ખૂબ જ સારું આર્થિક વળતર પ્રાપ્ત કરાવનાર મંગળ રાશિનો સ્વામી ચોથા સ્થાને જમીન મકાનનું સુખ વધારનાર અને બુધ સાતમે ભાગીદારીમાં લાભ આપે
બહેનો:- નોકરિયાત વર્ગને બદલી-બઢતીના ચાંસ વધે.

ધન:- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જલમાર્ગથી કે આયાત-નિકાસના ધંધામાં, કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ લાઇનમાં સારું રહે મંગળ ત્રીજા સ્થાને આવતા અનેરા સાહસની વૃધ્ધિ કરાવે, બુધનું છઠે આગમન મોસાળ થી લાભ આપે
બહેનો:- ભાઈ-ભાંડુથી સુખદ અને આનંદ દાયક સમાચાર મળે.

મકર:- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાણીમાં અને વર્તનમાં મીઠાસ વધારવી પારિવારિક જીવન કે જાહેરક્ષેત્રમાં ખૂબ જ સંભાળીને ચાલવું મંગળનું બીજા સ્થાને ભ્રમણ પરિવારમાં શાંતિ રાખવી બુધ પાંચમા સ્થાને શિક્ષણથી લાભ રહે
બહેનો:- બીન જરૂરી વાદ-વિવાદ કે નિંદાથી બચવું.

કુંભ:- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ દાંપત્ય જીવનમાં કોઈ ખોટી ચર્ચાઓને સ્થાન ન આપવું ખોટો અહમનો ટકરાવ ના થાય તે જોવું મંગળની આપની રાશિમાં ઉગ્રતાનો ત્યાગ કરવો બુધ ચોથા સ્થાને ઉધ્યોગ-ધંધા-નોકરીમાં સારું રહે.
બહેનો:- મનની મનોકામના પૂર્ણ થાય, લગ્ન ઇચ્છુકો માટે સારો સમય

મીન:- છઠા સ્થાને ચંદ્ર જૂના રોગો-મસ્તક પીડા કે માનસિક રોગોમાં રાહત આપે શત્રુઑ ઉપર વિજય મળે મંગળનું વ્યય ભુવનમાં આગમન પ્રવાસ મુસાફરીમાં સંભાળવું બુધનું ત્રીજે ભ્રમણ ઈશ્વરીય મદદ ખૂબ સારી મળે.
બહેનો:- શરીરમાં દાહ-પીડામાં શાંતિનો અનુભવ થાય.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

ચંદ્રેશ જોષી / 11 એપ્રિલ સુધી કન્યા જાતકો માટે બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક કરતાં જાવક વધશે, બિનજરૂરી વસ્તુની ખરીદી પાછળ ખર્ચ ઘટાડવા પ્રયત્ન કરવો

City Watch News

ચંદ્રેશ જોષી / 28 માર્ચ સુધી કન્યા જાતકો માટે છઠ્ઠા સ્થાને ચંદ્ર આરોગ્ય-રોગ-શત્રુ સ્થાનમાં રહેતા જુના રોગોમાં સાવધાન રહેવું

City Watch News

ચંદ્રેશ જોષી / 2 મે સુધી તુલા જાતકો માટે પાણી વાળી જ્ગ્યા અને લપસણી જગ્યાએ શરીર સાચવવું. પાણીમાં સંયમ રાખવો

City Watch News