fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / 16 મે સુધી વૃષભ જાતકો કોઈના જામીન કે સાક્ષી થવામાં ક્યાય પડવું નહીં વડીલોની મર્યાદા ભંગ ન થાય એ જોવું, ગુસ્સા ઉપર કાબૂ રાખવો

મેષ :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ આપને આપના શિક્ષણ થી નવી તક મળે ભાગ્યોદય માટે સારો સમય રહે ધાર્મિક સંસ્થા કે સામાજિક કાર્યમાં સન્માન મળે સૂર્ય આપની રાશીમાથી બીજા સ્થાને જતાં મન ઉપર ભાર હળવો થાય.
બહેનો :- અટકેલાં ધર્મ કાર્ય પૂર્ણ કરવાની તક મળે.

વૃષભ:- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા કોઈના સાક્ષી કે જામીનમાં ક્યારેય પડવું નહીં. વાદ-વિવાદ થી બચવું વડીલો સાથે આદરભાવ રાખવો સૂર્યનું આપની રાશિમાં ભ્રમણ આત્મવિશ્વાસ વધારે પરંતુ ગુસ્સા ઉપર કાબૂ રાખવો.
બહેનો :- પારિવારિક જીવનમાં શાંતિપૂર્વક વર્તન રાખવું.

મિથુન :- સાતમા સ્થાને ચંદ્ર્નું ભ્રમણ ભાગીદારીના ધંધામાં કે દાંપત્ય જીવનમાં ખૂબ જ સારા અનુભવો રહે, વેપાર વૃધ્ધિ માટે નિર્ણયો લેવાય, સૂર્યનું વ્યય ભુવનમાં આગમન વડીલ માતાની તબીયત સાચવવી
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે સારા સમાચાર મળે.

કર્ક :- છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ સામાજિક કાર્ય સેવાકીય પ્રવૃતિ પાછળ વ્યસ્ત રખાવે આરોગ્યને લગતી તકલીફો દૂર થાય પરંતુ નાની-મોટી પેટપીડાની તકલીફ આપી શકે સૂર્યલાભ સ્થાને સ્ત્રીવર્ગથી લાભ રહે.
બહેનો :-જૂના રોગોમાથી રાહત મળવાના સંકેત મળે.

સિંહ :- પાંચમા સ્થાને ચંદ્ર્નું ભ્રમણ સંતાનોના કાર્યમાં સિધ્ધી અને સફળતા આપનાર આનંદ દાયક સમાચારો મિત્ર વર્ગથી સારો સહયોગ મળે, સૂર્યરાશિનો સ્વામી કર્મ ભુવનમાં રાજકારણ-તબીબીક્ષેત્ર આવક થાય.
બહેનો :- સખી-સહેલી સંતાનો સાથે આનંદિત રહી શકો.

કન્યા :- ચોથા સ્થાને ચંદ્ર્નું ભ્રમણ ખેતીવાડી-જમીનને લગતા કામ કે અન્ય દસ્તાવેજ-સરકારી કાર્યમાં ઝડપ વધે, ધાર્યા કાર્ય થાય, આવક સારી રહે, સૂર્યનું ભાગ્ય સ્થાને ભ્રમણ અચાનક ભાગ્યોદયની તક આપે.
બહેનો :- માતૃપક્ષેથી લ્હુબ સારા સમાચાર હર્ષ આપે.

તુલા:- ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ ભાઈ-ભાંડુ કે અન્યને સહકાર આપવામાં મદદરૂપ થાય, આયાત-નિકાસના ધંધામાં સારો સમય આવે, સૂર્યનું આઠમા સ્થાને ભ્રમણ ઉગ્રતાનો બિલકુલ ત્યાગ કરવો જરૂરી
બહેનો:- આગામી સમયમાં તમારી ધર્મ કાર્યની ઈચ્છા પૂરી થાય

વૃશ્ચિક:- બીજા સ્થાને ચંદ્ર આવકમાં વધારો કરનાર, ધંધાકીય કાર્યમાં પ્રવૃત રખાવનાર બને પારિવારિક જીવનમાં સારું રહેતા ખુશ રહી શકો સૂર્ય સાતમા સ્થાને દાંપત્ય જીવનમાં કે ભાગીદારોમાં નમતું રહેવું.
બહેનો:- કુટુંબ પરિવારમાં યશ વધે માન મળે

ધન:- આપની રાશિમાં ચંદ્ર મનને શીતળતાનો અનુભવ કરાવે, ધર્મ, ધ્યાન, પૂજા, પાઠમા મન સ્થિર કરી શકો નવી ઉર્જાનો અનુભવ થાય, સૂર્ય છઠ્ઠા સ્થાને કાયદાકીય ક્ષેત્રે વિજય મેળવવાની તક આપે.
બહેનો:- મનની પ્રફુલ્લિતતા માં વધારો થાય

મકર:- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક કરતાં જાવક વધવાના પ્રસંગો બને અચાનક પ્રવાસ-મુસાફરી કે અન્ય વ્યવહારિક ખર્ચ આવી પડે સૂર્યનું પાચમાં સ્થાને આગમન સંતાનોના અભ્યાસમાં સારો રહે.
બહેનો:- બીજ જરૂરી ખર્ચ કર્તા પહેલા વિચારવું.

કુંભ:- લાભ સ્થાને ચંદ્ર ધર્મ-ગુરુ ધાર્મિક સંસ્થા શિક્ષણને લગતો વ્યાપાર કે અન્ય પીળી વસ્તુના વ્યાપારમાં ખૂબ જ લાભ દાયક સમય આપે સૂર્ય ચોથા સ્થાને સ્થાવર મિલકતમાં વધારો કરાવી શકે.
બહેનો:- પિતૃપક્ષથી લાભ સારો મળે સંતાનોથી ખ્યાતિ વધે.

મીન:- દશમાં ભુવનમાં ચંદ્ર કર્મક્ષેત્રમાં રહેતા આવકના સાધનો વધે તમારી અગાઉની મહેનતનુ ફળ પ્રાપ્ત કરવાનો સાચો અવસર મળે સૂર્યનું ત્રીજા સ્થાને આગમન અચાનક ભાગ્યોદયની તક આપે.
બહેનો:- ભૌતિક સુખ-સગવડોમાં વધારો થાય.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

સાળંગપુર કષ્ટ્રભંજન મંદિર, ગોપનાથ મંદિર પણ બધં રહેશે

City Watch News

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

City Watch News

ચંદ્રેશ જોષી / 28 માર્ચ સુધી કન્યા જાતકો માટે છઠ્ઠા સ્થાને ચંદ્ર આરોગ્ય-રોગ-શત્રુ સ્થાનમાં રહેતા જુના રોગોમાં સાવધાન રહેવું

City Watch News