fbpx
32 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી / ૨૦ જુન સુધી કર્ક જાતકો ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેની નવી દિશા બતાવે નવા વ્યવસાય લક્ષી કર્યા થાય

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૪ જુન થી ૨૦ જુન સુધી.

 

મેષ :- વ્યયભુવનમાં ચંદ્ર્નું ભ્રમણ શિક્ષણ કર્યા-પારિવારિક કે જલમાર્ગથી ખર્ચ કરાવે સૂર્યનું ત્રીજા સ્થાને આગમન આંતરિક વિશ્વાસ મનને મક્કમ અને પરાક્રમ યુક્ત બનાવે. મંગળનું વ્યયભુવનમાં આગમન ખર્ચમાં વધારો થાય
બહેનો :- બિન જરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખશો તો સારું રહેશે.

વૃષભ:- લાભ સ્થાને ચંદ્ર સ્ત્રી વર્ગ કે અન્ય મિત્રોથી ધન પ્રાપ્તિ ના લાભ વધે. સૂર્ય નારાયણનું વિજા સ્થાને થી આગમન પરિવારમાં શાંતી રાખવી. આવક માટેના પ્રયત્નો ફળશે. મંગળ લાભ સ્થાને જમીન મકાનથી ખૂબ લાભ રહે.
બહેનો :- સંતાનોના શિક્ષણ કે અન્ય કર્યા સંપન્ન થાય.

મિથુન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ-ધંધામાં આવક વધારનાર-માતાથી સહાય પ્રાપ્ત થાય સૂર્યનું આપની રાશીમાં આગમન આત્મવિશ્વાસ વધારે મંગળનું દશમાં સ્થાને ભ્રમણ યંત્ર-ઉદ્યોગ-કેમીકલથી ફાયદો મળે.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે પરીવર્તનના ચાન્સ વધે.

કર્ક :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટેની નવી દિશા બતાવે નવા વ્યવસાય લક્ષી કર્યા થાય સૂર્યનું વ્યયભુવનમાં આગમન પિતૃવર્ગનું આરોગ્ય સાચવવું. મંગળ ભાગ્ય સ્થાને પરદેશથી ખૂબ સારા સમાચારની પ્રાપ્તિ થાય.
બહેનો :- ધાર્મિક કાર્યમાં સફળતા મળે દેવદર્શન થાય.

સિંહ :- આઠમા સ્થાને ચંદ્ર આપની પારિવારિક સ્થિતિને ડામાડોળ કરનાર હોય દરેક બાબતમાં સંભાળીને બોલાવું સૂર્યનું લાભસ્થાને આગમન જૂના ફસાયેલા નાણાં છૂટા થાય. મંગળ આઠમા સ્થાને પાડવા-વાગવાથી જાળવવું.
બહેનો :- પાણીવાળી જગ્યાએ ખૂબ સાવધાની પૂર્વક વર્તવું.

કન્યા :- સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ ભાગીદારીના ધંધામાં ખુબજ અગત્યના કર્યા પૂર્ણ થાય-મનની સ્થિતી શાંત રહે સૂર્યનું દશમાં સ્થાને ભ્રમણ પિતા-વડીલોથી લાભ રહે. મંગળ સાતમે રંગ-રસાયણ અને જમીનના ધંધામાં સારું રહે.
બહેનો :- દાંમ્પત્ય જીવનમાં સારું રહે લગ્ન ઇચચૂકો માટે શ્રેષ્ઠ સમય.

તુલા:- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્યની બાબતમાં સંભાળવું નાની મોટી શરદી-સળેખચમાં ધ્યાન આપવું સૂર્યનું ભાગ્ય સ્થાને આગમન વડીલવર્ગથી ભાગ્યોદય કરાવે. મંગળ છઠ્ઠે શત્રુઓ ઉપર વિજય અપાવે.
બહેનો:- આરોગ્યની બાબતમાં બાંધછોડની ન કરવી.

વૃશ્ચિક:- પાચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપને મિત્રો કે આપે મેળવેલ શિક્ષણથી લાભ કરાવે સૂર્યનું આઠમા સ્થાને આગમન વાણીમાં ઉગ્રતા ન આવે એનું ધ્યાન રાખવું. મંગળ પાંચમા સ્થાને આર્થિક ઉન્નતિનો માર્ગ બતાવે.
બહેનો:- સખી-સહેલીને મળવાનો આનંદ દુર્લભ બને.

ધન:-ચોથા સ્થાનમાં ચંદ્ર માતૃપક્ષ કે મોસાળથી સારો લાભ આપનાર બને ઉદ્યોગ-ધંધાના કર્યા-ખેતીવાડી ના કામ થાય- સૂર્યનું સાતમે ભ્રમણ વિચારોની તાકાત પ્રબળ બને ચોથા સ્થાને મંગળ સ્થાવર મિલ્કતમાં સારું રહે.
બહેનો:- ભૌતિક સુખ-સગવડોમાં વધારો થાય.

મકર:- ત્રીજા સ્થાને ચંદ્ર ધાર્મિક કાર્યક્રમો-ધાર્મિક સંસ્થાઓમાં પ્રવૃત રાખે સૂર્યનું છઠ્ઠા સ્થાને આગમન કોર્ટ-કચેરીના કામ થાય શત્રુ ઉપર વિજય મેળવી શકો મંગળનું ત્રીજા સ્થાને ભ્રમણ અકલ્પનીય સાહસ આપે.
બહેનો:- ભાઈ-ભાંડુના સુખમાં વધારો થાય.

કુંભ:- બીજા સ્થાને ચંદ્ર પારિવારિક જીવનમાં આનંદ દાયક સમય આપે આ સમયે આવક વધારવાના પ્રયત્નો સફળ થાય સૂર્ય પાંચમા સ્થાને સંતાનોના શ્રષ્ઠ પરિણામો યશ વધારે બીજે મંગળ ધંધાકીયક્ષેત્રમાં સારું રહે.
બહેનો:- ભાઈ ભાંડુના સુખમાં વધારો થાય.

મીન:- સાતમા સ્થાનમાં ચંદ્ર અત્યંત સુંદર વિચારધારા-નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ વધારનાર બને-ધંધાકીય સમસ્યાઓ ધીમે-ધીમે દુર થતાં મનને આનંદ મળે પતિ-પત્નિના સબંધોમાં મીઠાશ વધે
બહેનો:- લગ્ન ઇચ્છુકો માટે વાતચિત ચાલુ થાય- દાંપત્યજીવન માં સારું

વાસ્તુ :- એકાદશી અને દ્વાદશીના દિવસે વુશનું સહસ્ત્ર નામના પાઠ તુલાશી ક્યારે દીવો કરી કરવાથી લક્ષ્મીજી ની કૃપા વરસે છે.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૮ જુન થી ૪ જુલાઇ સુધી

City Watch News

ચંદ્રેશ જોષી / ૩૧ મે સુધી ધન જાતકો છઠ્ઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા પથરી-પ્રોટેજની તકલીફ વાળા જાતકોએ સંભાળવું જોઈએ

City Watch News

ચંદ્રેશ જોષી / 18 એપ્રિલ સુધી મિથુન જાતકો માટે છઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ આરોગ્ય બાબત મધ્યમ સમય રહે તબિયતનું ધ્યાન રાખી બરાબર સાચવશો

City Watch News