fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

સૂર્યગ્રહણની કઈ રાશિ પર કેવી રહશે અસર ? જાણો જાણીતા જ્યોતિષ આચર્ય ચંદ્રેશ જોષી

મેષ :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પરાક્રમ સ્થાનમાં થતાં સાહસવૃધ્ધિ થાય-ધાર્મિક કાર્યમાં પ્રવૃત રહી શકો સૂર્યગ્રહણની શુભ અસર આપને પ્રાપ્ત થતાં આગામી સમયમાં નવા કાર્યને વેગ મળે- અટકેલાં કાર્યને પૂર્ણ કરવાની જવાબદારી વધે
બહેનો :- ભાઈ-ભાંડુથી પૂરો સહયોગ પ્રાપ્ત થાય

વૃષભ:- બીજા સ્થાનમાં ચંદ્ર પારિવારીક જીવનમાં સમય સારો રહેશે આવક વધારવાના પ્રયત્નો સફળતાના માર્ગ સુધી દોરી જાય-ધન-સંપતિ-વાણી માં વિવેક વધે સૂર્યગ્રહણની અસર મધ્યમ રહેતા આપને લાભ-હાનીનું પલડું બરાબર રહે
બહેનો :- નાના-મોટા યાત્રા પ્રવાસનું આયોજન થાય

મિથુન :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ સૂર્ય-ચંદ્ર-રાહુની યુટી હોય મગજને શાંત રાખવો જરૂરી બને બીજા જરૂરી વિચારધારાઓથી દૂર રહેવું આપની રાશી માં ગ્રહણ થતું હોય આગામી સમયમાં દરેક રીતે આપને સાચવવું પડે
બહેનો :- મનની સ્થિતિને સ્થિર રાખવી-ઉગ્રતાનો ત્યાગ કરવો

કર્ક :- બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ વ્યય સ્થાનમાં થતાં માતૃપક્ષ કે માતાના કાર્ય માટે ધન ખર્ચ થાય વ્યય ભુવનમાં બારમાં સ્થાને ચંદ્ર-સૂર્ય-રાહુની યુતિમાં ગ્રહણ અશુભ ફક આપનાર બનતું હોય દરેક કાર્યમાં ધીરજ-આરોગ્યની સંભાળ રાખવી
બહેનો :- આવક કરતાં અર્ધો જ ખર્ચ કરશો તો સારું રહેશે

સિંહ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ અનેક પ્રકારના વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભ આપનાર જૂના ફસાયેલા નાણાં પરત લાવવામાં મદદરૂપ થનાર બને સૂર્ય ગ્રહણનું શુભ ફળ આપને પ્રાપ્ત થતાં આગામી છ માસ ખૂબ સારા લાભની પ્રાપ્તી થાય
બહેનો :- સંતાનોના શિક્ષણ થી આનંદ વધે

કન્યા :-દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ નોકરી-ધંધા-ઉદ્યોગ ક્ષેત્રમાં ખુબજ સારો ધન લાભ આપતો સમય નોકરીયાત વર્ગ માટે બદલી-બઢતીના ચાન્સ વધે સૂર્ય ગ્રહણ દશમાં સ્થાને છતા ધંધાકીય રીતે ખૂબ સારી ઓફર આવે
બહેનો :- પિતૃપક્ષે જવાનું થાય-માંગલીક કર્યાનું આયોજન થાય

તુલા:- ભાગ્ય સ્થાનમાં ચંદ્ર આપને ભાગ્યોદયની ઉત્તમ તક અને પ્રેરણા પૂરી પાડે પરદેશને લગતા કાર્યમાં ઝડપ આવે સૂર્ય ગ્રહણનું ફળ આપનેમધ્યમ હોય ભક્તિ-ધ્યાન-ઉપાસના માં વધુ સમય આપશો તો સારું રહેશે
બહેનો:- ધાર્મિક વિધી-વિધાન કરાવાનું બળ મળે

વૃશ્ચિક:- આઠમા સ્થાને ચંદ્ર ઘણી બધી વિટંબનાઓ લાવનાર હોય મનને ખુબજ શાંત રાખવું જરૂરી બને. કોઈ પણ વાદ-વિવાદ કે વિખવાદ થી દૂર રહેવું સૂર્ય ગ્રહણ આઠમા સ્થાને થતું હોય સાવચેતી દરેક બાબતમાં રાખવી
બહેનો:- વાહન ચલાવવામાં શાંતી અને એકાગ્રતા રાખવી

ધન:-સાતમા સ્થાને ચંદ્રનું ભ્રમણ જીવન-ભાગીદારીમાં સમય મધ્યમ રહે ધંધાકીય ક્ષેત્રમાં ધાર્યાકામ મંદગતિ એ આગળ વધે સૂર્યગ્રહણની અસર મધ્યમ રહેતા નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલીનો અનુભાવાય
બહેનો:- લગ્ન ઇચ્છુકો માટે વાતચીત માં અંતરાય ઊભા થાય

મકર:- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્યની જૂની તકલીફોમાથી બહાર લાવવામાં-કોર્ટ-કચેરીના કાર્યમાં અને અન્ય કાર્યમાં સારા પરિણામ લાવે સૂર્ય ગ્રહણ આપના માટે શુભા ફળ આપતું હોય જૂના રોગોમાથી મુક્ત થાઓ શકો
બહેનો:- દરેક સમસ્યાઓનુ સહજ સમાધાન મળે

કુંભ:- પાંચમા સ્થાને ચંદ્ર શિક્ષણ ક્ષેત્રે સાથેના સબંધો વધુ મજબૂત બને શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ જાતકો માટે સારો-સંતાનોના શિક્ષણની જવાબદારી પૂરી કરવા માં સમય મદદરૂપ થાય. ગ્રહણનું ફળ મધ્યમ
બહેનો:- જૂના મિત્રોની અચાનક મુલાકાત આનંદ આપે

મીન:- ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ ખેતીવાડી-જમીન-સ્થાવર મિલકતના કામ સરળતાથી પારપદે-નોકરી-ધંધામાં આવક સારી રહે સૂર્ય ગ્રહણ નું ફળ અશુત હોય ધંધાકીય કોઈ મોટા નિર્ણયો હાલમાં માકૂફ રાખવા
બહેનો:- માતૃપક્ષે જવાનું થાય. ગૃહ ઉદ્યોગમાં સારું

વાસ્તુ :- મિથુન-કર્ક-વૃશ્ચિક-મીન રાશીને ગ્રહણનું ફળ અશુભ હોય
તો સૂર્ય ગ્રહણ બિંબનું દાન-ઘી થી ભરેલા ત્રાંબાના પાત્રનું દાન અથવા કાંસાની વાટકીમાં તલ-વસ્ત્ર-દક્ષિણા મૂકી ભૂદેવ પાસે સંકલ્પ કરાવી દાન કરવું.

સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

ચંદ્રેશ જોષી / 9 મે સુધી મકર જાતકો માટે વાણી અને વર્તનમાં મીઠાસ રાખવી-જાહેર જીવનમાં સંભાળીને ચાલવું

City Watch News

ચંદ્રેશ જોષી / 25 એપ્રિલ સુધી કર્ક જાતકો માટે આઠમે ચંદ્ર કોઈપણ સાથે વૈચારિક મતભેદ ઊભા નાથાય તે જોવું, વાણીને નિયંત્રણમાં રાખવી

City Watch News

ચંદ્રેશ જોષી / 16 મે સુધી વૃષભ જાતકો કોઈના જામીન કે સાક્ષી થવામાં ક્યાય પડવું નહીં વડીલોની મર્યાદા ભંગ ન થાય એ જોવું, ગુસ્સા ઉપર કાબૂ રાખવો

City Watch News