fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૫ જુલાઈ થી ૧૧ જુલાઇ સુધી

મેષ :-ભાગ્ય સ્થાન માં ગજ કેશરી યોગ આપનાર ચંદ્ર ગુરૂ ની યુતી અચાનક આપના માટે ભાગ્યોદય ની ઉમદા તક લાવનાર બને ધાર્મિક કર્મ અને સેવાકીય પ્રવૃતિ.બમણા વેગ થી કરવાનું બળ મળે
બહેનો :- ભાઈ ભાંડુ તરફ થી આનંદ દાયક સમાચાર મળે

વૃષભ:- આઠમા સ્થાને ચંદ્ર ગુરુ કેતુ ની યુતી દરેક કાર્ય માં ધીરજ ની કસોટી થશે જરા પણ ચૂક્યા તો પાછળ પસ્તાવા સિવાઈ કાઇ નહીં વધે સ્ત્રી વર્ગ સ્ત્રી શત્રુ ઑ ક્યાક ફસાવી ના દે એનું પણ ધ્યાન રાખવું
બહેનો :- વાહન ચલાવવા માં ધ્યાન ભંગ ન થાય તે જોવું.

મિથુન :- સાતમા સ્થાને ચંદ્ર ગુરૂ કેતુ ની યુતી અને રાહુ ની આપની રાશિ માં હાજરી તમને માનસિક સ્થિતિ બગાડી શકે દામ્પત્ય જીવન અને ભાગીદારી માં સંભાળી ને વ્યવહાર કરવો આવક માટે સંઘર્ષ કરવો
બહેનો :- શંકા કુશંકા ના વમળો માથી બહાર રહવું

કર્ક :- છઠહા સ્થાન માં ચંદ્ર ઘણા બધા હરીફો ને એક સાથે હાફવવા નું બળ અને ઉર્જા પ્રાપ્ત કરાવનાર બને પરંતુ તમારું આરોગ્ય સાચવીને કામ કરવું બિન જરૂરી દોડ ધામ થી દૂર રહીને શાંતિ થી કાર્ય કરવું
બહેનો :- આરોગ્ય ની બાબત માં જરા પણ બાંધ છોડ ન કરવી

સિંહ :- પાંચમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો ના કાર્ય શિક્ષણ સબંધી કાર્ય અને શૈક્ષણિક પ્રવૃતિ માટે સારું રહે. ચંદ્ર ગુરૂ કેતુ ની યુતી હોય સપ્ટેમ્બર મહિના સુધી ખરાબ મિત્રો નો સંગ છોડવો
બહેનો :- પ્રણય માર્ગ માં નિષ્ફળતા નો સ્વાદ ચાખવા મળે

કન્યા :-ચોથા સ્થાન માં ચંદ્ર ગુરૂ ની યુતી ખેતી વાડી બાગ બગીચા કે અન્ય સ્થાવર મિલકત ના કાર્ય કરાવે ઉધ્યોગ ધંધા માં હાલ માં કોઈ નવા નિર્ણયો લેવા નહીં જે તમારા માટે હિતવારું રહેશે
બહેનો :- પિયર પક્ષ થી કોઈ વ્યક્તિ નું આગમન થાઈ

તુલા:- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્ય ભુવન ઉપર દ્રષ્ટિ કરતાં પરદેશ થી કે જળ માર્ગ થી સારા કાર્ય થાય સાહસ પરાક્રમ માં વધારો થાય નવી દિશા માં આગળ વધવાનું આંતરીક બળ અને પ્રેરણા મળી રહે
બહેનો:- દાન ધર્મ પુણ્ય કાર્ય ને વેગ મળે સદ કાર્ય થાય

વૃશ્ચિક:- બીજા સ્થાન માં ચંદ્ર ગુરૂ નો ગજ કેશરી યોગ આવક માં વધારો કરે પરિવારિક જીવન માં તમારી વાણી કેટલી મધુર બનાવો એના ઉપર સબંધો માં ફેર ફાર જોવા મળે નાણાકીય પ્રશ્નો સમય સારો રહે
બહેનો:- નાના મોટા પ્રવાસ થાય ખાસ પાણી વાળી જગ્યા એ સાચવવું

ધન:-આપની રાશિ માં થયેલું ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ ની અશર જોતાં આ સમય તમારા માટે બહુ સાચવી ને પસાર કરવો વિચારો ઉપર નિયંત્રણ રાખવું બિન જરૂરી ચિંતા ઓનો ત્યાગ કરવો આનંદિત રેહવું
બહેનો:- ખોટી બાબતો માં ક્યાય મન લગાડી મન બગાડવું નહીં

મકર:- બાર માં સ્થાને ચંદ્ર ગુરૂ કેતુ ની યુતી આવક કરતાં જાવક વધારનાર દરેક પરિસ્થિતી સામે જુજુમવું પડે પરંતુ શાંતિ ચિતે ધીરજ થી સમય પસાર કરશો તો આરામ થી તમારું ધાર્યું કાર્ય પૂરું થશે
બહેનો:- કારણ વગર ની મુસાફરી છોડવી શરીર સાચવવું

કુંભ:- લાભ સ્થાન માં ચંદ્ર ગુરૂ ની યુતી આર્થિક રીતે ખૂબ લાભ દાયક સમય રહે જૂના રોકાયેલા નાણા છુટ્ટા કરવાનો અવસર મળે સ્ત્રી મિત્રો જૂના મિત્રો ને મળવાનો એક અનેરો આનંદ લઈ શકો
બહેનો:- સખી સહેલી સંતાનો થી ખુબજ આનંદ રહે

મીન:- દશમાં સ્થાને થી ગજ કેશરી યોગ આપની આર્થિક તંગી દૂર કરવામાં મદદ કરશે થોડી મહેનત કરાવશે પરંતુ આવક સારી આપશે નોકરિયાત વર્ગ ને ખૂબ જ સારા બદલી બઢતી ના ચાન્સ વધી શકે
બહેનો:- ગૃહ ઉધ્યોગ ના ધંધા માં ખૂબ સારી આવક થાય

વાસ્તુ :- ચતુર માસ માં વિશેષ નિયમો ધારણ કરવાથી સવિશેસ ફળ ની પ્રાપ્તિ થાય છે નિત્ય નિયમ જાળવવો .
સાપ્તાહિક રાશીભવિષ્ય ચંદ્રેશ જોષી 94264 23386

Related posts

ચંદ્રેશ જોષી / 11 એપ્રિલ સુધી કન્યા જાતકો માટે બારમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આવક કરતાં જાવક વધશે, બિનજરૂરી વસ્તુની ખરીદી પાછળ ખર્ચ ઘટાડવા પ્રયત્ન કરવો

City Watch News

ચંદ્રેશ જોષી / સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૯ જુલાઈ થી ૨૫ જુલાઇ સુધી.

City Watch News

ચંદ્રેશ જોષી / 16 મે સુધી વૃષભ જાતકો કોઈના જામીન કે સાક્ષી થવામાં ક્યાય પડવું નહીં વડીલોની મર્યાદા ભંગ ન થાય એ જોવું, ગુસ્સા ઉપર કાબૂ રાખવો

City Watch News