fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ગુજરાત વિડિયો ગેલેરી સૌરાષ્ટ - કચ્છ

પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગત વર્ષે આગાહી કરી હતી 2020માં વાયરસ આવશે

રાજકોટ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વને ચોંકાવનારો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગત વર્ષે આગાહી કરી હતી કે 2020માં એક વાયરસ આવશે એવી આગાહી કરી હતી. વીડિયો જૂનો છે અને કદાચ 2019નો હોવાની ચર્ચા છે. કરશનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા. તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થ
પરબધામના મહંત કરશનદાસ બાપુએ મંચ પરથી આગાહી કરતા વીડિયોમાં કહ્યું કે ‘ હવે જાજો સમય નથી, 2019ની સદીનો સુર્ય અસ્ત થયો, 2020 સદીની એવી દુર્ઘટના છે જેની કોઈ કલ્પના નહીં કરી શકે. એ સમુદ્રની સુનામી કેવી હશે તે ખબર નથી. સુર્ય નારાયણની સુનામી કેવી છે તેની ખબર નથી.2020ની સદીમાં એવો વાયરસ આવે છે જેના કારણે 48 કલાકમાં 1.5 કરોડ લોકોનો ભોગ લેવાશે.
કરશનદાસ બાપુના આ વાયરલ વીડિયોમાં બળેજ ઘેડના કાર્યક્રમમાં તેમની પધરામણી થઈ હોવાની કેપ્શન જોવા મળે છે. તેમણે ભક્તોને સંબોધતા કહ્યું કે ‘2020ની સદીનો સુર્ય ઉદય થાય ત્યારે એવી દુર્ઘટના છે એ આપડે કોઈ કલ્પના નહીં કરી શકીએ. સમુદ્રની સુનામી કેવી હશે તેની કલ્પના નહી થાય, સુર્ય નારાયણની સુનામીની ખબર નથી. લાવા, વાવાઝોડાં, ઉલ્કાપાતોની કલ્પના નથી.

Related posts

ખેડૂતોને હવેથી પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે પણ કિશાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી શકશે

City Watch News

દીવની ઐતિહાસિક નાયડા ગુફાની ભેખડનો મોટો ભાગ પડી જતાં મોટી જાનહાની ટળી

City Watch News

દીવ પોલીસ કોન્સ્ટેબલે પોતાની જાનની પરવા કર્યા વગર દરીયામાંથી વૃધ્ધ મહિલાને બચાવી

City Watch News