fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ગુજરાત રાષ્ટ્રીય

અમદાવાદ સહિતના પાંચ શહેર માટે સ્પેશિયલ પ્લાન તૈયાર થશે

જીવલેણ અને ખતરનાક બનેલા કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક અને ઝડપી વધારો જારી રહ્યો છે. લોકડાઉનની Âસ્થતીમાં દેશના તમામ રાજ્યોમાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી બેકાબુ બનેલી છે.બીજી બાજુ કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જ્યાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે તે અમદાવાદ, સુરત, હૈદરાબાદ, ઠાણે અને ચેન્નાઇ માટે ખાસ પ્લાન તૈયાર કરવાની હિલચાલ ચાલી રહી છે. આ તમામ પાંચેય શહેરમાં લોકડાઉન અને અન્ય કેન્દ્રિય આદેશોને યોગ્ય રીતે પાળવામાં આવી રહ્યા નથી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ શહેરોમાં Âસ્થતી વધારે વણસી શકે છે. આ તમામ હોટસ્પોટને લઇને કેન્દ્ર સરકાર ગંભીર દેખાઇ રહી છે. આ શહેરોમાં પોલીસ ટીમ પર હુમલા, આરોગ્ય ટીમ પર હુમલાના બનાવો સપાટી પર આવ્યા છે. કેટલીક જગ્યાએ લોકડાઉન અને ગાઇડલાઇન્સને ન પાળવાના મામલા સપાટી પર આવ્યા છે. દરમિયાન કોરોનાના કેસોની સંખ્યા દેશમાં હવે ૨૫ હજારની નજીક પહોંચવા આવી છે. ૧૧ રાજ્યોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, સાફ સફાઇ અને જાગરુકતાના કારણે કોરોનાની કમર તોડી નાંખવામાં આવી છે. ૧૧ રાજ્યોમાં ૧૧ ટકા કોરોના ખતમ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના કેસોમાં વધારો થવાની ગતિ પણ વધી રહી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનની અવધિ એક માસની થઇ ચુકી છે. આ ગાળા દરમિયાન કેસોની સંખ્યા ૫૦૦થી વધીને ૨૪ હજારની નજીક પહોંચી ગઇ છે. ૨૩મી માર્ચના દિવસે કોરોના ૪.૫ ટકાના દરથી વધી રહ્યો હતો. જેની ગતિ ૨૩મી એપ્રિલના દિવસે પણ આજ રહી હતી. આંકડો એમ મોટો લાગે છે પરંતુ અન્ય દેશોની સરખામણીમાં આંકડો ઓછો છે. સરકારે એક મહિનાના ગાળાને કોરોનાની ગતિ પર બ્રેક મુકવા માટે ખુબ નિર્ણાયક ચરણ તરીકે ગણાવીને વાત કરી છે. કોરોના ટેસ્ટમાં ૩૩ ટકાનો વધારો થયો છે. નવા કેસમાં ૧૬ ટકાનો વધારો થયો છે. કેસોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સંખ્યા ૬૮૧૭થી ઉપર પહોંચી ગઇ છે. દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, કેરળ અને પંજાબમાં પણ કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં જે કેસો આવ્યા છે તે પૈકી જમાત સાથે જાડાયેલા લોકો વધારે રહ્યા છે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશના ૫૯ જિલ્લા કોરોનામુક્ત થઇ ચુક્યા છે. અહીં છેલ્લા ૧૪ દિવસમાં કોઇ કેસ નોંધાયા નથી. કર્ણાટકમાં કોડુગીમાં ૨૮ દિવસમાં કોઇ કેસ નથી.ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદથી કેસોની સંખ્યા ટુંકા ગાળામાં જ ૨૫ હજારની નજીક પહોંચી ગઇ છે. દેશમાં પણ લોકડાઉની Âસ્થતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. કોરોના વાયરસને કઇ રીતે રોકવામાં આવે તે સંબંધમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા માહિતી અપવામાં આવી છે. તેમના કહેવા મુજબ પ્રથમ સંક્રમણ ઝોન અને બીજા બફર ઝોન તરીકે રહેનાર છે. સંક્રમણ ઝોનને અલગ અલગ સેક્ટરમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેસોમાં અવિરત વધારો જારી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે ત્રણ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસમાં કોઇ કોરોના કેસ નોંધાયો નથી. ાજરાત અને મહારાષ્ટ્રમાં ખુબ ઝડપથી કોરાનાના કેસો વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમા પણ કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. જેના લીધે પ્રમાણમાં કેસોમાં બ્રેકની Âસ્થતી રહી છે. મધ્યપ્રદેશમાં પણ કેસોની સંખ્યા એક હજાર કરતા વધારે થઇ ગઇ છે. બિમારીને કોઇ પણ રીતે રોકવા માટે દુનિયાના દેશોના વૈજ્ઞાનિકો અને તબીબો લાગેલા છે પરંતુ હજુ સુધી કોઇ આશા દેખાઇ રહી નથી.
તમામ દેશો દવા અને વેક્સીન બનાવવા પર લાગેલા છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં જે રીતે વધારો થયો છે તે જાતા ત્યાં હવે કેટલાક નવા ધારાધોરણ અમલી કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જારદાર રીતે સક્રિય થયેલા છે. Âસ્થતી પર સતત નજર રાખી રહ્યા છે

Related posts

અમદાવાદમાં યોજાનાર શાનદાર શબ્દોત્સવમાં ભાવનગરના ત્રણ કવિઓ

City Watch News

દીવના મહેમાન બનેલા મેઘાલયના ગવર્નર દીવ નિહાળી અને કુદરતી સોંદર્યતાની ભરપૂર પ્રશંસા કરી

City Watch News

ભારતે કોરોના વાયરસ સામે જંગ જીતવા પ્લાન બીની તૈયારી શરૂ કરી

City Watch News