fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ગુજરાત

પોરબંદર ખાતે ફસાયેલા કોળી સમાજના લોકો ચાંચ બંદર પરત ફર્યા

કોરોના વાઈરસ અને લોકડાઉનનાં કારણે મજૂરી અર્થે બહારના જિલ્‍લામાં અનેક પરિવારો ફસાયેલા છે ત્‍યારે પોરબંદર ખાતે રાજુલા તાલુકાનાં 3પ જેટલા લોકો ફસાયેલા હતા અને તેમના બાળકો પણ અભ્‍યાસ અર્થે પોતાના સગા સંબંધીઓ તથા હોસ્‍ટેલમાં છોડી ગયા હોય. ત્‍યારે આવી મહામારીમાં સતત તેમને ચિંતા નથી હોય. ત્‍યારે આ પરિવારો ઘ્‍વારા ગુજરાત વિધાનસભાનાં પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયાનો સંપર્ક સાધતા તેમણે સીટી મામલતદાર કચેરી ખાતેથી આ પરિવારોને માદરે વતન પરત મોકલવા માટે મંજૂરી અપાવી હતી તથા તેમના માટેબસની વ્‍યવસ્‍થા પણ કરી આપવામાં આવી હતી. જયારે આ પરિવારો રાત્રી દરમિયાન રાજુલા ખાતે પહોંચતા ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરની ટીમ તથા કોળી સમાજના યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, અજય શિયાળ, હિતેશ વાળા સહિતનાં લોકો ઘ્‍વારા જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી અને ત્‍યારબાદ આ પરિવારો અડધી રાત્રે માદરે વતન ચાંચ બંદર પહોંચ્‍યા હતા. ત્‍યારે આ પરિવારોએ આ કપરી પરિસ્‍થિતિમાં મદદ કરવા બદલ કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર તથા તેમની ટીમ અને કોળી સમાજના યુવા આગેવાનોનો આભાર વ્‍યકત કર્યો હતો.

Related posts

સુરેન્દ્રનગર – અમરેલી ૪૩.૫, રાજકોટ ૪૨.૯ ડિગ્રી

City Watch News

ઘોઘલા જીમની વિઝિટ લીધી ત્યાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને માર્ગદર્શન આપ્યું

City Watch News

સુરત કામરેજ કાશી વિશ્વનાથ મંદિરે કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાનની મીટીંગ મળી

City Watch News