fbpx
32 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ગુજરાત

આર્થિક તંગીમાં જા કોઈ વાલી સંતાનને શાળા છોડાવે તો જવાબદારી સરકારની

રાજ્ય સરકારની કહેવાતી સૂચનાને ઘોળીને પી ગયેલા સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વાર ફી માટેની ઉઘરાણી અટકી નથી. આ મામલે હવે આમ આદમી પાર્ટી પણ વિરોધમાં જાડાઈ છે. આજે ‘આપ’ દ્વારા બહૂમાળી ભવન ખાતે આ મુદ્દે દેખાવો-સૂત્રોચ્ચાર કરતાં પોલીસે કેટલાંક આગેવાનોની અટકાયત કરી હતી, જે પછી કાર્યકરોએ આવેદન આપીને ચીમકી આપી કે ફી ન હોવાથી કોઈ વાલી પોતાના સંતાનને અભ્યાસ છોડાવી દેશે તો જવાબદારી સરકારની રહેશે, અને ફી માફી ન અપાય તો જન આંદોલન છેડવામાં આવશે. સવારે ૧૦.૩૦ વાગ્યે બહૂમાળી ભવન ચોકમાં એકત્ર થઈને ‘આપ’ દ્વારા શાળા – કોલેજા ફી ઉઘરાણી બંધ કરે એવા સૂત્રોચ્ચાર કરાયા હતાં. થોડી વાર માટે અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પોલીસે સ્થળ પર દોડી જઈને આગેવાનોની અટકાયત કરી લીધી હતી તથા લાખો વિદ્યાર્થીઓ વાલીઓને સ્પર્શતા મુદ્દે વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું. જા કે થોડા કાર્યકરો ત્યાંથી કલેકટર કચેરી પહોંચી ગયા હતાં અને અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, ગુજરાત અને કેન્દ્ર સરકારે દેણું વધારીને બહારથી ખાસ્સા નાણાં મેળવ્યા છે અને પેટ્રોલ ડીઝલ પરના ટેકસ સહિતના કરવેરાઓ થકી તગડી કમાણી પણ કરે છે. આ બધી રકમ સામે શાળા – ફી તો ચપટીક માત્ર થાય. સરકાર ધારે તો એ ક્ષણવારમાં માફ કરાવીને શાળાઓને એટલી સહાય ચૂકવી આપી વાલીઓને રાહત આપી શકે,
પરંતુ સરકાર તેમ કરતી નથી અને શાળા સંચાલકો સરકારની મનાઈ છતાં ફી માટે ઉઘરાણી કરે છે. લોકડાઉનને લીધે આવક અટકી ગઈ હોવાથી અનેક પરિવારોને હાલ ગુજરાન ચલાવવાના વાંધા છે ત્યાં તગડી ફી કેમ કરીને ભરી શકે? આર્થિક તંગીમાં હતાશ થઈને જા કોઈ આપઘાત કરશે અથવા બાળકને શાળા છોડાવીને કામ ઉપર લગાડ દેશે તો કેન્દ્ર અને રાજય સરકાર જવાબદાર ગણાશે. આવેદનમાં ઉમેરાયું છે કે મોટા ભાગની શાળાઓ ચેરિટેબલ ટ્રસ્ટો મારફત ચાલે છે, જેમનો ઉદ્દેશ ઝીરો ટકા, નફાના ધોરણે શૈક્ષણિક કાર્ય ચલાવવાનો હોય છે, એ જાતાં એક વર્ષ માટે નફો જતો કરી દેવો જાઈએ. આ વર્ષે સંપૂર્ણ ફી માફી તથા પછીના બે વર્ષ ફી – વધારા ઊપર પ્રતિબંધની માગણી ન સ્વીકારાય તો જન આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

Related posts

આનંદો : આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસશે

City Watch News

ગુજરાતનું ૨૧૭૨૮૭ કરોડનું બજેટ રજૂ : ઘણી નવી ઘોષણા

City Watch News

લડાકુ જેટ રાફેલ ગુજરાતની જામનગર શહેરની ધરતી પર સૌપ્રથમ કરશે લેન્ડ

City Watch News