fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ગુજરાત

ત્રણ થી છ મહિનાની ફી માફ કરાવી માનવતાભર્યુ પગલુ ભર્યું

 

એક તરફ રાજયની મોટા ભાગની શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ આપવામા આવી છે ત્યારે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી સંચાલિત શાળાઓએ ત્રણ થી છ મહિનાની ફી માફ કરાવી માનવતાભર્યુ પગલુ ભર્યુ છે. નર્સરીમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓની છ મહિનાની તથા એકથી બાર સુધી અભ્યાસ કરતા વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. હાલમા સમગ્ર દેશમા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. મોટા ભાગના લોકો બેરોજગાર બન્યા છે.
તો કેટલાક લોકોના પગાર પર કાપ મુકવામા આવ્યા છે. ત્યારે સ્કુલો દ્વારા વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનુ શરુ કર્યુ છે અને બીજી તરફ વાલી પર ફી ભરવા માટે દબાણ કરવામા આવી છે. ત્યારે આવા મહામારીના સમયે સુરતની ઇશ્વરલાલ મોતીરામ જિનવાળા કેળવણી મંડળ સંચાલિત છ જેટલી સ્કુલો મા વિધાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. પ્રિ-પ્રાઇમરીના વિદ્યાર્થીઓની છ મહિનાની ફી તથા ધોરણ એક થી ૧૨ના વિધાર્થીઓની ત્રણ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
શાળાના સંચાલકો દ્વારા જે રીતે નિર્ણય લેવામા આવ્યો છે ત્યારબાદ વાલીઓમા પણ ખુશીની લહેર જાવા મળી રહી છે. આવા કપરા સમયે જ્યારે સ્કુલ સંચાલકોએ તેમને સાથ સહકાર આપ્યો છે ત્યારે વાલીઓએ તેમનો આભાર પણ વ્યકત કર્યો હતો. આ સાથે ફી માફ કર્યા બાદ પણ શાળા દ્વારા ઓનલાઇન એજયુકેશન આપવાનુ શરુ રાખવામા આવ્યુ છે. વિધાર્થીઓનુ કરિયર ન બગડે તે માટે પુરતી તકેદારી શાળાના સંચાલકોએ લીધી છે.

Related posts

સૂસવાટાભેર પવનો સાથે વડોદરામાં વરસાદની એન્ટ્રી, ઉકળાટથી મળી રાહત

City Watch News

દીવમાં નવા વોટર્સ કાર્ડ અને સુધારા માટે લાગી કતાર

City Watch News

કોંગ્રેસ જનવેદના આંદોલનનો પ્રાંરભ : જારદાર દેખાવ કરાયા

City Watch News