fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ગુજરાત

પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો, બજેટ ખોરવાયા

કોરોના વાયરસને કારણે દેશમાં લાગેલા લાકડાઉનને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે તો અમુક લોકોના પગારમાં પણ ઘટાડા થયા છે. બે મહિના સુધી ઘરે બેસ્યા બાદ અનલોક ૧ શરૂ થતાં સરકારે લાકડાઉનના નિયમોમાં વધુ ઢીલ આપી હતી. પરંતુ હજુ સુધી અનેક ક્ષેત્રોની ગાડી પાટા પર ચડી નથી. ત્યાં હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. દેશમાં છેલ્લા ૨૧ દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તો હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જાવા મળી રહ્યો છે.
દેશમાં છેલ્લા ૨૧ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૯ રૂપિયા કરતા વધારે અને ડીઝલના ભાવમાં ૧૧ રૂપિયા જેટલો વધારો થયો છે. હવે તેની સીધી અસર ટ્રાન્સપોટ્રેશન પર પણ પડી છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટ્રેશન પણ મોંઘુ થયું છે. હવે આ ભાવ વધારાની અસર શાકભાજીના ભાવ પર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલની સાથે શાકભાજીના ભાવ પણ વધી રહ્યાં છે. સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓ પર પણ મોટી અસર પડી છે. ઘરનું બજેટ ખોરવાયા  છે.

Related posts

સુરત શહેરમાં શિવકથામાં ભવ્ય શિવવિવાહ પ્રસંગની ઉજવણી

City Watch News

આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ખાતે અટલ સ્મૃતિ સન્માન નામના નેશનલ એવોર્ડથી નવાજવામાં આવતા દેશ લેવલે સૌરાષ્ટ્રનું નામ ગુંજ્યું

City Watch News

ઉત્તરવહી પ્રકરણ: પોલીસ, શિક્ષક, ડ્રાઇવર સહિત છ સસ્પેન્ડ

City Watch News