fbpx
32 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ગુજરાત

આજથી અનલોક-૨ શરૂ, દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી રાખી શકાશે ખુલ્લી

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-૧નો આજે છેલ્લો દિવસે છે. ત્યારે આગામી સમયમાં અનલોક-૨ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા પછી રાજ્યમાં અનલોક-૨ કેવું રહેશે તેનો એક મેપ દર્શાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અનલાક ૨ અંતર્ગત આવતીકાલે ૧ જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે ૮ વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
સીએમ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ ૧ જુલાઈથી અનલાક ૨ અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો હાલ કર્યા છે.ગુજરાતમાં અનલાક-૨ મુદ્દે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક મળી હતી. આ હાઈપાવર કમિટીની બેઠકમાં લોકડાઉન-૨ મુદ્દે દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટો માટે નિર્ણય લેવાયો છે. બીજી બાજુ કેન્દ્રની ગાઈડલાઈનના આધારે ગુજરાતમાં તેને અમલીકરણ બનાવાઈ છે. આજની હાઈપાવર કમિટીની બેઠકમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ ઉપસ્થત રહ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનના આધારે રાજ્યમાં અમલીકરણ માટે અંતિમ નિર્ણય આજે મોડી સાંજે રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરશે તેવું જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક ૧માં સાંજના ૭ વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ ૧ કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી

City Watch News

અમદાવાદ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિએ પ્રેરણાત્મક પરમાર્થ

City Watch News

ગરીબ, શ્રમજીવીઓને એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે : વિજયભાઇ રૂપાણી

City Watch News