fbpx
28 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ગુજરાત

રાજ્યના ૮ તાલુકામાં મેઘ મહેર માણસામાં ૧૨ મિમિ વરસાદ નોંધાયા

રાજ્યમાં સતત બીજા દિવસ વરસાદનું જાેર ઘટ્યું છે. રાજ્યના માત્ર ૮ તાલુકામાં આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન નોંધાયો છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના માણસામાં ૧૨ મિમિ નોંધાયો છે. જ્યારે ભરૂચના હાંસોટમાં ૬ મિમિ અને તાપીના કુકરમુંડામાં ૫ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં ૩૦ મ્મિિ નોંધાયો હતો.
રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા વરસાદનું જાેર ઓછુ પડ્યુ હતુ. પરંતુ ફરીથી આવનારા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે આજે અને આવતીકાલે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ૧૨ અને ૧૩ જુલાઈએ ભારે વરસાદ થાય તેવી શક્્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી છે. નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્્યતા છે.
રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ ફંટાઇ ગઇ છે. રાજ્યમાં વરસાદનું જાેર ઘટ્યું છે. આગામી ૫ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હ્વ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ ૨૮ ટકા વરસાદ નોંધાયો છે.

Related posts

નરોડા જીઆઈડીસીમાં ખુલ્લી જગ્યામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ

City Watch News

રાજકોટમાં કોરોનાના ૩૧ કેસ અને ૬ના મોત, જામનગરમાં ૧૦ અને અમરેલીમાં ૯ કેસ નોંધાયા

City Watch News

જૂનાગઢ જીલ્લામાં જમીન,પ્લોટ પચાવી પાડતી ટોળકીને પકડી પાડતી જૂનાગઢ જીલ્લા એસ.ઓ.જી. પોલીસ

City Watch News