fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ગુજરાત

કચ્છમાં તીડ ઘુસ્તાની સાથે જ કંટ્રોલ કરવા તંત્ર સજ્જ

વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફત બાદ કોરોનાની આપતી સામે ઝઝુમતા ગુજરાત પર વધુ એક કુદરતી આફત આવી છે. સાઈકલોનિક અસરથી પવવની દિશા બદલતા બે દિવસ પહેલા પાકિસ્તાનની બોર્ડર પરથી તીડનાં ઝુંડ કચ્છમાં ઘુસ્યા છે આ તીડને કંટ્રોલ કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત તરફ તીડનાં ટોળાનો ખતરો તોળાઈ રહ્યો છે. દોઢેક મહિના પહેલા સૌરાષ્ટ્રનાં હળવદ, મોરબી, વલ્લભીપુર સહિતનાં એરીયામાં અને કચ્છ – ઉતર ગુજરાતમાં તીડ જાેવા મળ્યા હતા પરતું ખેડૂતો અને ખેતીવાડી વિભાગનાં પ્રયાસોથી તીડ રાજસ્થાન તરફ વળ ગયા હતા.
છેલ્લા પંદર દિવસથી રાજયમાં તીડનો આતંક જાેવા મળ્યો ન હતો પરંતુ પાકિસ્તાન બોર્ડર પરથી ગત તા. ૭ મીએ તીડનાં ઝુંડ કચ્છનાં લખપત વિસ્તારમાં ઘુસ્યા છે. લખપત તાલુકાનાં લાખાપર અને શિયોત ગામની સીમમાં હાલ તીડનાં ઝુંડનો મુકામ છે. ચોમાસાની સિઝનની શરૂઆત હોવાથી હાલ ઉંચી મોલાત ન હોવાથી પાકને મોટુ નુકશાન નથી પણ તીડનાં ઝુંડ અન્ય વિસ્તારો તરફ વળે તો નુકશાનનો ભય છે. તીડ નિયંત્રણ માટે હાલ ફોર વ્હીલર સ્પ્રેયર મારફત ખાસ દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે.
દરમિયાન ઈન્ટરનેશનલ એજન્સીએ ગુજરાત સહિત ભારતને સાવચેત કર્યા છે કે સોમાલીયામાં હાલ તીડનાં ટોળા જાેવા મળી રહયા છે તે ગમે ત્યારે ઓમાન થઈને ભારત તરફ આવી શકે છે. ઓમાનની દરયાઈ સિમા સીધી ઓખા, માંડવી ( કચ્છ ) તરફ લાગે છે. તા. રર જૂનથી તા ૧૯ જુલાઈ સુધીમાં સોમાલીયામાં સક્રિય થયેલા તીડના ટોળાનો ખતરો પણ ગુજરાત તર તોળાઈ રહયો છે.

Related posts

સાંજ સુધીમાં નોંધાયા વધુ 3 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 108

City Watch News

દીવના સાઉદીવાડીની બોટના ખલાસીનું સપ્રદંશથી મૃત્યુ થતાં તેના પરિવારને દીવ કલેકટરે સહાયનો ચેક આપ્યો

City Watch News

રાજ્યના ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ૧૭ તાલુકાઓમાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ

City Watch News