www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત રાજકીય સૌરાષ્ટ કચ્છ

વિધાનસભામાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

આજે શાસક-વિપક્ષ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોના મુદ્દે ભારે હોબાળા બાદ શાસક-વિપક્ષના સભ્યો સામ-સામે આવી ગયા હતા. શરમજનક ગણાય તેવી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરને પગમાં ઇજા પહોંચી હતી, જ્યારે ભાજપ સરકારના મંત્રી નિર્મલાબેન વાધવાણી, વલ્લભ કાકડીયા, શામજી ચૌહાણને પણ ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અને બળદેવ ઠાકોરને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે, જેના વિરોધમાં કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક-આઉટ કર્યું છે.