www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ગિરનાર પરિક્રમા પૂર્ણ, જંગલ ખાલીખમઃ તંત્રએ હાશકારો અનુભવ્યો

ગિરનાર પરિક્રમાં પૂર્ણ થતાં જંગલ ખાલીખમ થઇ ગયું છે પરિક્રમાને લઇ ૩૭ કરોડની આવકનો અંદાજ મુકવામાં આવેલ છે. આ વર્ષે બે દિવસ વહેલી પરિક્રમા સંપન્ન થઇ છે આજે સવારે નળપાણીની ઘોડી ખાતે ૮,૬૭,૬૮૦ ભાવિકો નોંધાયા હતા. બોરદેવી વિસ્તારમાં રહેલા યાત્રિકો પણ ભવનાથ પરત આવી ગયા હતા જંગલ ખાલી થઇ ગયું છે. પરિક્રમાં દરમ્યાન કેટલાક રૂટ પર ગંદકી કચરો થયો હોય જેના નિકાલ માટે ટુંક સમયમાં સફાઇ અભિયાન હાથ ધરાશે. એક પરિક્રમાર્થી દીઠ વાહન ભાડું, ખાણીપીણી સહિતનો રૂા. ૪૦૦નો ખર્ચ ગણવામાં આવે તો રૂા. ૩૭ થી ૪૦ કરોડની આવક થયાનું અનુમાન છે. પાવનકારી પરિક્રમા નિર્વિદને આજે સફળતાપૂર્વક સંપન્ન થતાં વન વહીવટી, પોલીસ અને મનપા તંત્રએ હાશકારો અનુભવ્યો છે