www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ગાંધીનગર વિધાનસભા ભવનમાં રાજયસભાની ચુંટણી માટે રૂપાલા અને માંડવીયા એ ઉમેદવારી નોંધાવી

ભારતીય જનતા પાર્ટી દ્રારા ગુજરાતમાંથી કેન્‍દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા
તેમજ શ્રી મનસુખભાઈ માંડવીયાને ફરી બીજિ વખત રાજયસભાનાં ઉમેદવાર તરીકે જાહેર કરતા ગાંધીનગર વિધાનસભામાં શ્રી રૂપાલા તેમજ શ્રી માંડવીયાએ ઉમેદવારી પત્ર ભરેલ જેમાં અમરેલી જિલ્‍લામાંથી ખૂબજ મોટી સંખ્‍યામાં ભાજપનાં આગેવાનો, કાર્યકર્તાઓ આ બંન્‍ને નેતાઓને સત્‍કારવા ઉપસ્‍તિથ રહેલ. જેમાં અમરેલીનાં લોકપ્રિય સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, પ્રદેશ ભાજપના
આગેવાન ડો.કાનાબાર, પૂર્વ જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી શરદભાઈ લાખાણી, અમરડેરીના ચેરમેનશ્રી અશ્‍િવનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપના મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, કૌશીક વેકરીયા, ઉપપ્રમુખશ્રી મયુર હીરપરા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી દીનેશભાઈ પોપટ, પ્રાગજિભાઈ હીરપરા, જુગલબાપુ
કુબાવત, મનસુખભાઈ નાડોદા સહીતના આગેવાનો તેમજ જિલ્‍લા ભરમાંથી જિલ્‍લાનાં પાર્ટીનાં આગેવાનો, હોદેદારો, મંડલનાં હોદેદારો, મોરચાનાં હોદેદારો, તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી બન્‍ને દીગ્‍જનેતાને અભિનંદન આપવા હાજર રહેલતેમ જિલ્‍લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે.