www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

વિદ્યા વિહાર હાઇસ્કુલ આટકોટ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની ઉજવણી થઇ

.
આ પ્રસંગે ધો-૧ ના ૨૫ અને ધો-૯ ના ૧૭૭ બાળકોનો મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિદ્યાર્થીની બહેનો દ્રારા ‘મનુષ્ય તું બડા મહાન હૈ’ ગીત ડાન્સ સાથે સુંદર રીતે રજુ કરેલ હાઇસ્કૂલ વિદ્યાર્થીએ યોગ નિદર્શન તેમજ વુક્ષારોપણ અને બેટી બચાવો  વિષય પર વક્તવ્ય રજુ કરેલ છેલ્લે વુક્ષારોપણ, મલ્ટીમીડીયા રૂમ લોકાપણ, બાળકોનું વાહન સાથે સ્વાગત કરાવેલ. કાર્યક્રમમાં હિતેશભાઈ હરિયાણી – કે.ની. જસદણ, બ્રિજેશભાઈ મહેતા(CRC), લીલાવંતીબેન ખોખરીયા(સરપંચશ્રી), વલ્લભભાઈ રામાણી(જસદણ તાલુકા ભાજપ પ્રમુખ), દેવશીભાઈ ખોખરીયા(પૂર્વ સરપંચશ્રી), ઇલાબેન જોટંગીયા(ઉપ સરપંચશ્રી), લાલજીભાઈ જાડા(માનદમંત્રી, પટેલ સેવા સમાજ), વી.આર.ગજેરા(વિદ્યા વિહાર હાઇસ્કુલ), ચંદુભાઈ ખોખરીયા, વિજયભાઈ ધમલ, કિરણબેન જાની, હિરેનભાઈ પંચોલી અને રાઠોડસાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય વી.આર. ગજેરા તથા  સ્ટાફગણે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.