www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

:વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં જસદણ તાલુકા કક્ષાના “૨૧-જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ” નું અનેરુ આયોજન

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા વિહાર શૈક્ષ. સંકુલ માં શાળાના આચાર્ય વી.આર. ગજેરા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી એ.એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ “૨૧– જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નું સમય: ૭=૦૦ થી ૭:૩૫ કલાકે     સ્થળ: વિદ્યા વિહાર હાઈ સ્કૂલ – આટકોટના પટાંગણમાં અનેરુ આયોજન કરેલ. જેમાં શાળાના તમામ શિક્ષકો – ૪૦ અને ધો.૩ થી ૧૨ માં અંદાજીત ૧૨૦૦ વિદ્યાર્થીઓ, વાલીઓએ સમય પહેલા હાજર રહીને સવારના ૭=૦૦ કલાકે સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ યોગ દિનની ઉજવણી કરી હતી તથા વિવિધ આસનો , પ્રાણાયામ અને ધ્યાન કરેલ. યોગ નિદર્શન શાળાના પ્રશિક્ષક અંતાણી નીતાબેને કરાવેલ. કાર્યક્રમમાં લીલાવંતીબેન ખોખરીયા(સરપંચશ્રી), દેવશીભાઈ ખોખરીયા(પૂર્વ સરપંચશ્રી), ઇલાબેન જોટંગીયા(ઉપ સરપંચશ્રી), લાલજીભાઈ જાડા,વિજયભાઈ ધમલ, ફોગ અલાઉદીનભાઈ, જીતુભાઈ દાફડા, સંજયભાઈ શેખલીયા, ચિરાગભાઈ, ડો. રસિકભાઈ ભટ્ટ, કિરણબેન જાની, કરશનભાઈ બામટા  વિદ્યાર્થીભાઈ-બહેનો, વાલીઓ, બહોળી સંખ્યામાં ગામજનોએ એ પારંભથી અંત સુધી રસપૂર્વક યોગમાં જોડાવાનો અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી વી.આર.ગજેરા, શાળા પરિવારે જહેમત ઉઠાવેલ.