www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

કુંવરજી બાવળિયાએ કાેંગ્રેસ છોડી ભાજપમાંઃ કેબિનેટમંત્રી તરીકે શપથ લેશે

છેલ્લા કેટલાય દિવસથી જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા રાજીનામું આપશે તેવી અટકળોએ જોર પકડયું હતું ત્યારે આજે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાતાં અંતે બાવળિયાએ કાેંગ્રેસ સાથે છેડો ફાડતાં ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા પછી તેમને કેબિનેટના મંત્રી તરીકે પણ આજે બપોર બાદ શપથ લેવડાવવામાં આવ્યા છે.
આજે સવારે પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત બાવળિયાએ વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યા પછી કુંવરજીભાઈ બાવળિયા પોતાના 18 જેટલા સમર્થકો સાથે કમલમ્માં પહાેંચ્યા હતા જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપરાંતચ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઈ પટેલ, પરશોત્તમભાઈ સોલંકી વગેરેએ તેમને આવકાર્યા હતા. કુંવરજીભાઈની સાથે પોપટભાઈ રાજપરા, જેઠાભાઈ, અનિલભાઈ, સુરેશભાઈ, મનસુખભાઈ, વિરાભાઈ, મનસુખ રામાણી સહિતના 18 જેટલા સમર્થકો આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કુંવરજીભાઈ બાવળિયાને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત પ્રવેશ આપ્યો હતો. આ પ્રસંગે કુંવરજીભાઈએ કહ્યું હતું કે, હું કોઈપણ પ્રકારની શરત રાખ્યા વગર ભાજપમાં જોડાયો છું. મારી પાસેથી કેવા પ્રકારનું કામ લેવું તે ભારતીય જનતાપક્ષની નેતાગીરી નકકી કરશે. કુંવરજીભાઈ બાવળિયા જેવા કાેંગ્રેસના જમીન સાથે જોડાયેલા નેતાએ કાેંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લેતાં કાેંગ્રેસ માટે સ્થિતિ વધુ મુશ્કેલભરી બની છે. પ્રદેશ કક્ષાએ આંતરિક વિવાદને કારણે કુંવરજી બાવળિયાએ કાેંગ્રેસને રામ-રામ કરી દીધા છે. હવે આવનારા દિવસોમાં ગ્રામિણ કક્ષાએ ભાજપ વધુ મજબૂત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.