www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

કપાસ, બાજરો અને મગફળી સહિતના પાકોના ટેકાના ભાવમાં ધરખમ વધારો કરતી સરકાર

કેન્દ્ર સરકાર વચન મુજબ પ૦ ટકાના વળતર સાથેના લધુતમ ટેકાના ભાવ જાહેર કરવા કટીબઘ્ધ

વધારાનો રૂ ૩૩,૫૦૦ નો ખર્ચ થશે

કેન્દ્ર સરકારે બજેટમાં ખેડુતો ઉપરનું ભારણ દુર કરી આવક બેગણી કરવાનું વચન આપ્યું હતું. ઉપરાંત દર વર્ષ ભાવમાં ખેડુતોને નુકશાન થતું અટકાવવા પણ પગલા લેવા પણ કટીબઘ્ધતા દર્શાવી છે. જેના ભાગરુપે કપાસ, બાજરી, મગફળી સહીતના પાકો.ના ટેકોના ભાવમા વધારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

સરકાર લધુતમ ટેકાના ભાવના આધારે ખેડુતોને પ્રોફીટ માર્જીન ખર્ચ કરતા પ૦ ટકા વધુ રાખવામાં આવે તેવી તૈયારી કરી છે. આ દરખાસ્ત માટે સરકારને રૂ. ૩૩,૫૦૦ કરોડનો ખર્ચ થશે. નવા લધુતમ ટેકાના ભાવનું બીલ બુધવારે કેબીનેટમાં મુકવામાં આવશે.

સરકારે વચન મુજબ પ૦ ટકા વળતર સાથેના લધુતમ ટેકાના ભાવ જાહેર કરવાની તૈયારી દર્શાવી વિરોધપક્ષોના મોઢા બંધ કર્યા છે. જો કે વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે તેવી ઇચ્છા ખેડુતોની હતી. સરકારે લધુતમ ટેકાના ભાવમાં ચોખા અને ઘંઉને બાકાત રાખ્યા છે. જો કે કપાસ, બાજરી અને મગફળી સહીત ૧૭ થી વધુ પેદાશોને આવરી લીધી છે. હાલના ટેકાના ભાવની સરખામણીએ નવા ભાવમાં સૌથી વધુ ફાયદો રાગીનું ઉત્પાદન કરનારને થશે.

રાગીમાં પર ટકા વધુ ભાવ નકકી કરાયો છે. ત્યારબાદ જુવાર (૪ર ટકા), બાજરી (૩૬ ટકા) , મગ સહીતની પેદાશોનો સમાવેશ થાય છે જો કે સરકારે મુખ્ય ખરીફ પાક ડાંગરને ટાળ્યો છે. જેમાં ગત વર્ષે ૧૫૫૦ રૂ. પિયાની સરખામણી રૂ. ૨૦૦ વધારે મળશે. અહીં ઉલ્લેખનીય છે કે મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ખેડુતોની આવક બે ગણી કરવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ ખેત પેદાશોના ભાવ, બિયારણ, કૃષિને લગતા ઓજારોમાં રાહત આપી ખેડુતોની આવક બે ગણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મગફળી, સોયાબીન, રાગી, બાજરી સહીતના મુખ્ય ખરીફ પાકને હાલ સરકારે વધુ પ્રોત્સાહન આપ્યું છે

મુખ્ય ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારે

પાક હાલના ભાવ ( કવીન્ટલ) વધારો ભાવ ફેર
મગફળી ૪,૪૫૦ ૪,૮૯૦ ૯.૯
કોટન મીડીયમ ૪,૦૨૦ ૫,૧૫૦ ૨૪.૧
કોટન (લોન્ગ) ૪,૩૨૦ ૫,૪૫૦ ૨૬.૨
તલ ૫,૩૦૦ ૬,૨૪૯ ૧૭.૯
સોયાબીન ૩,૦૫૦ ૩,૩૯૯ ૧૧.૪
તૂર ૫,૪૫૦ ૫,૬૭૫ ૪.૧
અડદ ૫,૪૦૦ ૫,૬૦૦ ૩.૭
મગ ૫,૫૭૫ ૬,૯૭૫ ૨૫.૧