www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

કોંગ્રેસ જસદણમાં હાર ભાળી ચુકી છે. જૂથબંધીને કારણે ઉમેદવાર હજૂ સુધી જાહેર કરી શકી નથી. – શ્રી ભરત પંડયા

કોંગ્રેસનું નેતૃત્વ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારો સાથે રમત કરે છે તેને કોઈ ઉમેદવારો કે જ્ઞાતિ ઉપર ભરોસો નથી. કોંગ્રેસે જાતિવાદ અને વેરઝેર ફેલાવવાનો જે પ્રયાસ કર્યો છે. તે બુમરેંગ સાબિત થશે. “કોંગ્રેસને હાથના કર્યાં હૈયેવાગશે”. – શ્રી ભરત પંડયા જસદણમાં ભાજપ ભવ્ય બહુમતીથી વિજયી બનશે. તેવો જનતા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતાશ્રી ભરત પંડયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશા, નિરાશામાં છે તેમજ જસદણમાં તે હાર ભાળી ચુકી છે. કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી. કોંગ્રેસની અંદરોઅંદરની તીવ્ર જૂથબંધીનો આ પુરાવો છે. શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ભરતસિંહ સોલંકીનું નિવેદન છે કે, “ચુંટણી વ્યુહ રચનાને કારણે તમામ ઉમેદવારોને તૈયાર રહેવાનું કહ્યું છે” એ જ બતાવે છે કે કોંગ્રેસનું નેતૃત્વ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારો સાથે રમત કરે છે તેને કોઈ ઉમેદવારો કે જ્ઞાતિ ઉપર ભરોસો નથી. જે કોંગ્રેસ પોતાના ઉમેદવારો સાથે રમત રમતી હોય તે જનતા સાથે કેટલી હદે રમત રમી શકે છે. આ કોંગ્રેસની માનસિકતા છે. કોંગ્રેસે જાતિવાદ અને વેરઝેર ફેલાવવાનો જે પ્રયાસ કર્યો છે. તે બુમરેંગ સાબિત થશે. “કોંગ્રેસને હાથના કર્યાં હૈયે વાગશે”. જસદણમાં ભાજપ ભવ્ય બહુમતીથી વિજયી બનશે. તેવો જનતા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તેમશ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું.