www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

સુરત રાધે ધૂન મંડળની રાજી કરતી માનવ સેવા હરા રંગના યુનિફોર્મ હરિયાળી પ્રસરાવતા યુવાનો

સેવા માટે દાસીય દાસ ભાવના સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી સેવારતી યુવાનો ને સેવા માટે દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી અંતરઆત્મા ને આનંદિત કરતી સેવા નિહાળી ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવતી રાધે ધુન મંડળની સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ સુરત  શ્રી રાધે ધુન મંડળ દ્વારા ફંડ એકત્રીત કરીને નિરાધાર,અનાથ,ગરીબ ફુટપાથ પર વસવાટ કરતા બાળકોને નાસ્તો આપવો,વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોને ભોજન,ગાયોની સેવા માટે ગૌશાળાને નિરણ,ચબુતરાઓમા પંખી માટે ચણ,પક્ષીઓના માળાનુ વિનામુલ્યે વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહેલ છે,રાધે ધુન મંડળના મુખ્ય કન્વિનર પરેશ બી.સભાયા(જરખીયાવાળા)અને હિતેશભાઈ ધારેશ્વરવાળા તેમજ તેમની ટીમના સેવાભાવી યુવાનો આમંત્રણ મળે ત્યા રાત્રે ધુનની રમઝટ બોલાવી જે કાઇ સહયોગ મળે તેમાથી સેવાકીય પ્રવૃતિ કરી રહેલ છે,રાધે ધુન મંડળની સેવા,સત્કાયઁની ચોમેર પ્રશંસા થઇ રહેલ આ યુવાનો દિવસે પોતા ના પરિવાર ના નિર્વાહ માટે કામ ધધો વેપાર બિઝનેશ કરે છે રાત્રે સારા નરહા પ્રસંગો માં અવસાન બેસણા જન્મ લગ્ન તિથિ તહેવાર માં હરિનામ સંકીર્તન રામનામ ની આહલેક જગાવી નાણાં મેળવી સદકાર્યો કરે છે