www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

બેંકો-પોસ્ટ ઓફિસ સહિતના કર્મીઓના દેખાવ અને વિરોધ

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં ૩પ જેટલાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના એલાન હેઠળ આજથી બેન્કો, કેમિસ્ટો, પોસ્ટ ઓફિસ, વીમા ઓફિસ, આંગણવાડી સહિતના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યા હતા. બેંકીંગ સેકટરના કર્મચારીઓ, પોસ્ટ વિભાગના કર્મચારીઓ સહિતની કચેરીઓના કર્મચારીઓએ વિભાગીય કક્ષાએ પોતાની માંગણીઓ સંદર્ભે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજયા હતા. બેંકોના કર્મચારીઓએ વિશાળ રેલી અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજયો હતો. તો, પોસ્ટવિભાગના કર્મચારીઓએ પણ નવરંગપુરા પોસ્ટઓફિસર, જીપીઓ સહિતના સ્થળોએ વિરોધ કાર્યક્રમો યોજયા હતા. બેંકોથી લઇ ફેકટરીઓ-કારખાનાઓમાં હડતાળને લઇ રોજિંદી કામગીરી ખોરવાઇ હતી. ખાસ કરીને બે દિવસની હડતાળ દરમિયાન બેન્કોના કરોડોના વ્યવહારો અટવાઇ જવાની સ્થિતિ બની છે. બેંકો, પોસ્ટ ઓફિસ સહિતની કચેરીઓના કર્મચારીઓની આ રાષ્ટ્રવ્યાપાપી હડતાળને રેલવે સહિતના દેશના દસ જેટલા મોટા કામદાર યુનિયનોએ ટેકો જાહેર કર્યો છે. હડતાળના કારણે અમદાવાદમાં ૧પ૦૦ કરોડનું બેન્ક કલીયરીંગ ઠપ થઈ જવાની શકયતા છે. જોકે હડતાળમાં સહકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કો જોડાઈ નથી. પોસ્ટલ કર્મીઓની હડતાળના કારણે મનીઓર્ડર, પોસ્ટલ વાહનો અને રજીસ્ટર્ડ એડી, સ્પીડપોસ્ટ સહિતનાં કામો બે દિવસ માટે અટવાઇ પડયા છે. એટલું જ નહીં, લાઈટ-ગેસના બિલ ભરવા, પાસપોર્ટ સેવા, આધારકાર્ડની કામગીરી, પોસ્ટલ બેંકિંગ, પૈસા ઉપાડવા કે જમા કરવા સુધીની તમામ કામગીરી અટકી પડી છે. બેન્ક, એલઆઈસી, જીઆઈસી, ફેકટરી મઝદૂરો, રિઝર્વ બેન્ક કર્મચારીઓ, પોસ્ટ, આંગણવાડીના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારની અનુદાનિત તેમજ કેન્દ્ર સરકારના સીધા કે પરોક્ષ નિયંત્રણ હેઠળની ફર્મના કર્મચારીઓ પણ જોડાયા હોવાથી સામાન્ય જનજીવન પર સીધી અસર પડી છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના પ્રમુખ કે.પી અંતાણીના જણાવ્યું હતું કે, સરકાર દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય વાટાઘાટને નજરઅંદાજ કરે છે. સાતમા પગારપંચની ત્રુટીઓની પૂર્તિ કરવામાં આવતી નથી. નવી પેન્શન યોજના રદ કરવામાં ભથ્થાંઓ પુનઃ સ્થાપિત કરવા, પેન્શન ફીટમેન્ટ ફોર્મ્યુલા-૧ માટે નિમાયેલી કમીટીનો કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. બેન્ક ઉદ્યોગમાં એકીકરણની કારણે નહીંવત્ તકો થઈ છે. કોમોડીટી બજારમાં સટ્ટાખોરી બંધ કરવી, રોજગારી નિર્માણના નકકર પગલાં લેવાં, શ્રામિક કાયદાઓનો કડક અમલ કરાવવો, તમામ કામદારોને સર્વ સામાન્ય સામાજિક સુરક્ષા પૂરી પાડવી, ઈન્ડેકશેસનની જોગવાઈ સાથે સામાજિક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવી, જે બધા મુદાઓ સામે મઝદૂર સંઘ તેમજ ઓલ ઈન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન પોસ્ટ વિભાગની જુદી જુદી માગણીઓ રજૂ કરીને આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન સરકારની કામદાર વિરોધી નીતિની કડક આલોચના, જૂની પેન્શન પ્રથા ચાલુ કરવા સહિતની માગણીઓ સાથે હડતાળને ટેકો આપ્યો છે. વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ પણ આ હડતાળમાં જોડાયું છે. રાજ્યભરની ૪૦ હજાર જેટલી આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો પણ બે દિવસ કામનો બહિષ્કાર કરી રહી છે. આ તમામ યુનિયનના ગુજરાત સરકાર સમક્ષ પણ અંદાજે ર૩ પ્રશ્નો પડતર છે. આવતીકાલે પણ હડતાળનો માહોલ જારી રહેશે