www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

વડોદરા ખાતે ૨૮ વર્ષથી ચાલતી સેવાતીર્થ ટ્રસ્ટ દ્વારા તા૬/૧ ના રોજ પ્રધાનમંત્રી કૌશલ્ય અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરાયા

વડોદરા ખાતે ૨૮ વર્ષ થી ચાલતી સેવાતીર્થ ટ્રસ્ટ ની ચાલતા કરતી પ્રવૃત્તિ તા૬/૧ ના રોજ વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈજી શ્રી રમેશભાઈ ઓઝા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સુકન્યા બોન્ડ ના દાતા લવજીભાઈ બાદશાહ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સુરત ના અગ્રણી ઉદ્યોગપતિ દેવચંદભાઈ નાવડીયા વિનુભાઈ માંડવીયા વિજયભાઈ જયાણી સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંતર્ગત દિવ્યાંગો ને સાધન સહાય અર્પણ કરાયા સેવાતીર્થ માં આજીવન સેવા ના ભેખધારી  ૨૮ વર્ષ ની સેવા કરતા વયોવૃદ્ધ પરશોતમભાઈ પંચાલ ની સેવા ની સરાહના કરતા વક્તા ઓ વિકલાંગો ને સાધન સહાય નહિ પણ ચાલતા કરી રાષ્ટ્રીય મૂળ પ્રવાહ સાથે ભળી સ્વમાન ભેર જીવન જીવી શકે તેવા ઉન્નત પ્રયાસો કરતા પરશોતમભાઈ પંચાલ શરીર થી વૃદ્ધ છે પણ મન થી ચટ્ટાન જેવા મજબૂત છે ત્રણ હજાર થી વધુ વિકલાંગો સાધન સહાય સાથે અડગ જજબો આપી રહેલ સેવાતીર્થ વર્તમાન સમય નું સાચું ધર્મ સ્થાન છે હાજરો વિકલાંગ ને કર્મ ના માર્ગે પ્રયાણ કરાવતી કર્મ પ્રધાન વ્યવસ્થા ને અમારા સંતો ના પણ શત શત વંદન છે તેમ સંતો એ પ્રવચનો માં જણાવ્યું હતું