www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

પ્રદેશ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં વલસાડ, નવસારી અને સુરત લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલનો યોજાયા

આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર મુકામે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હોલ ખાતે અને તાપી રીવરફ્રન્ટ, સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણજીશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં વલસાડ, નવસારી અને સુરત લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલનો યોજાયા હત. જેમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ, પ્રદેશ અને જીલ્લા/ મહાનગરના મોરચા પદાધિકારીશ્રીઓ, મંડલ મોરચાના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીશ્રીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.