www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત વિડિયો ગેલેરી

સુરત પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ વસ્તપરાના સમર્થનમાં પ્રતીક ઉપવાસમાં હજારો પેયીદારોના પટેલવાડી કતારગામ ખાતે સામુહિક ઉપવાસ

સુરત આંબાતલાવડી પટેલ વાડી રામકૃષ્ણ હોલ ખાતે સમસ્ત પાટીદાર સમાજ નું પ્રતીક ઉપવાસ આંદોલન. પાટીદાર સમાજ અગ્રણી ખોડલધામ ટ્રસ્ટી ગોપાલભાઈ ચમારડી ના નેતૃત્વ માં હજારો પાટીદારો ના સામુહિક ઉપવાસ આર્થિક સંકડામણ મંદી ના કપરા સમય માં ઓછા ખર્ચે પ્રસંગો ઉજવાય અને સમાજ ની વાડી ના ભાડા માં રાહત આપવા ની રજુઆત કરતા ગોપાલભાઈ વસ્તપરા ની વાત સમાજ ના ઠેકેદરો એ કોઈ પ્રતિક્રિયા ન આપતા પાટીદાર અગ્રણી ની પાટીદાર અગ્રણી ઓ વિરુદ્ધ સમાજ હિત ની માંગ ની અવજ્ઞા સુરત પાટીદાર વાડી ના વહીવટ કરતા ના જક્કી વલણ સામે પાટીદાર સમાજ એક સુર જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું પતન સમાજ નો ઠેકો લઈ ફરતા ડગલાં ધારી ઓ ને સમાજ ની વાસ્તવિકતા કેમ ? નહિ દેખાતી હોય ૧૦૦૦ હજાર દીકરી ઓ ને પરણાવી ચૂકેલ ખોડલધામ કાગવડ માં કરોડો નું દાન કરતા ઉદારદિલ ગોપાલભાઈ વસ્તપરા ની સમાજ હીત ની વાત પાટીદાર સમાજ ના અગ્રણી ઓ કેમ ગળે નથી ઉતરતી ?પાટીદાર સમાજ ના પ્રસંગો માં ભાડા ઘટાડવા ની માંગ કરતા ગોપાલભાઈ વસ્તપરા ની રજુઆત સમાજ ના ઠેકેદારો એ ન સ્વીકારતા મામલો બીચકયો “હું જાણું છું સતા ને ફરિયાદ નથી ગમતી .શિખર પર જઈ બેઠેલા ને જૂની યાદ નથી ગમતી .સદા સંચળ આ જગત માં નિજ ને અવિચલ સમજનારા મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી”