www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

દીવ પ્રશાસનનું સરાહનીય પગલું વણાંકબારામાં જનતાની સુવિધા માટે વિવિધ કચેરીઓનો કેમ્પ યોજાયો

દીવ જિલ્લાની જનતા માટે દમણ-દીવ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના દિશા-નિર્દેશ અને કલેક્ટર સલોની રાયના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં પ્રશાસન દ્વારા વિવિધ કચેરીઓના સ્ટોલની સુવિધા વણાંકબારા મુકામે કરવામાં આવી. આ કેમ્પમાં દીવ પ્રાગટ્ય બાદ મામલતદાર ચંદ્રહાસ વાજાએ કેમ્પ વિષે જનતાને માહિતિગાર કર્યા જેમાં જણાવ્યુ કે જનતાને એક જ જગ્યાએ વિવિધ કાર્યાલયોની સેવા મળે, દૂર સુધી જવું ન પડે. અમુક ડોક્યુમેંટ નહીં હોવાના કારણે કચેરીના ધક્કા ખાવા પડે છે. જેથી તમારી પાસે કામો થઈ શકે આ કેમ્પ ૧૪ જેટલી કચેરીના સ્ટોલો છે. જેમાં મામલતદાર કચેરીના સ્ટોલોમાં વિવિધ સર્ટિફિકેટ મળશે. સિટી સર્વે, સિવિલ રજીસ્ટ્રેશન, એગ્રીકલ્ચર વિભાગ, એજ્યુકેશન, હેલ્થ, આઈ.ટી.આઈ. પંચાયત વિભાગ, સરળ સેવા કેન્દ્ર, ફિશરીઝ વગેરે ને લગતા દરેક કામો આ સ્ટોલ ઉપર થઈ જશે. દરેક કચેરીના સ્ટોલ સાંજના પાંચ સુધી ખુલ્લા રહેશે. અને ભવિષ્યમાં દરેક પંચાયતોમાં આ રીતે કેમ્પ લગાવશે જેથી જનતાને આ સુવિધાનો લાભ મળી શકે અને અંતે મામલતદાર ચંદ્રહાસ વાજાએ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે કલેક્ટર સલોની રાય એ જણાવ્યુ કે પ્રશાસનનો ઉદ્દેશ એ છે કે જનતા ને કચેરીના ધક્કા ન ખાવા પડે અને તેનું કામ સરળતાથી થાય જે હેતુ થી આ કેમ્પનું આયોજન કરાયું છે. સરકાર તમારે ઘરે આવી ઉપરાંત જળશક્તિ અભિયાન કાર્યરત છે જેમાં અંગે પાણીનો બગાડ કરવો નહીં. જેમ બને તેમ પાણીને બચાવો પાણીનું મહત્વ ઘણું છે. આ ઉપરાંત “સ્વચ્છતા હી સેવા” અભિયાન વિષે પણ ગંદકી ન ફેલાવો, સ્વ્ચ્છતા રાખો અને સ્વ્ચ્છતા પ્રત્યે લોકોને જાગૃત બનાવો, આ ઉપરાંત જે બાળકો અભ્યાસ નથી કરતાં તો તેની વિગત આપો જેથી શિક્ષણ વિભાગની રીમ તેના ઘરે જય અને ભણતરનું મહત્વ સમજાવશે. ભણતર ખુબજ જરૂરી હોય કલેક્ટર તેના ઉપર ભાર મૂકવો. આ ઉપરાંત સ્કીલિંગ પ્રોગ્રામ ની:શુલ્ક ટ્રેનીંગ અપાઈ છે તો તેનો પણ લાભ ઉઠાવવા કલેક્ટર સલોની રાય એ અનુરોધ કર્યો.