33 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

વેલેન્ટાઈન ડે ઉજવવા માટે યુવા પેઢી સંપૂર્ણપણે સજ્જ

કેટલીક રૂઢીવાદી સંસ્થાઓ વચ્ચે આવતીકાલે વેલેન્ટાઇન ડજેની ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયાર યુવાપેઢી કરી ચુકી છે. યુવા પેઢી કેટલાક રૂઢીવાદી અને કટ્ટરપંથી સંગઠનોના વિરોધ છતાં વેલેન્ટાઈન ડેને જુદી જુદી રીતે ઉજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વેલેન્ટાઈન ડેની યુવક-યુવતીઓ પહેલાથી જ રાહ જાતા હોય છે. દર ફેબ્રુઆરી મહિનામાં વિશ્વભરમાં આની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ વચ્ચે ગીફ્ટોની આપલે થાય છે. વેલેન્ટાઈન ડેને લોકો જુદી જુદી રીતે મનાવીને ઉજવણી કરે છે. વેલેન્ટાઈન ડેના એક સપ્તાહ પહેલા જ શોપિંગ મોલ, સુપર માર્કેટ, રેસ્ટોરેન્ટ અને મનોરંજન સાથે સંકળાયેલા સ્થળો સજી જાય છે. ઉપરાંત ગીફ્ટ બજારોની બોલબાલા જાવા મળે છે.જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબિયર્સ, ચોકેલટ અને અન્ય ગીફ્ટ માટે ખાસ કાઉન્ટરો બનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહે છે. જેના માટે ખાસ ઓડિયો-વીડિયો કેસેટો મનોરંજન સાથે સંકળાયેલી કંપનીઓ બનાવે છે.બેજિંગ, સંઘાઈ અને અન્ય પૂર્વીય દરિયા કાંઠાના શહેરોમાં વિશેષ આયોજન થઈ રહ્યું છે. પ્રેમીઓ માટે ખાસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન સેન્ટરો દ્વારા પણ દાતાઓને પણ ખાસ ગીફ્ટ આપવામાં આવનાર છે.વૈશ્વિક કટોકટીના તબક્કામાંથી વિશ્વના દેશો બહાર નીકળી રહ્યા છે જેથી વેલેન્ટાઈન ડેના ઉત્સાહમાં વધારો થયો છે. માત્ર ચીનમાં જ નહીં અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે.આધુનિક સમયમાં તો વેલેન્ટાઇન ડેને લઇને ઉજવમી કરવાન રિત બદલાઇ રહી છે. મોબાઇલ અને અન્ય કિંમતી ચીજા આપવાન પરંપરા પણ હવે જાવા મળે છે. વેલેન્ટાઇન ડેની ઉજવણી આડે એક દિવસ છે ત્યારે આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વખતે કેટલાક યુવાનો તો ટ્રેડીશનલ ગિફ્ટથી હટીને કઇ નવી ચીજ ખરીદવા માટે ઉત્સુક છે. આ વખતે ફિટનેસ ફ્રીકથી લઇને મ્યુઝિક લવર સુધીના લોકો માટે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલીક એવ ટેક પ્રોડક્ટસ છે જેને ૨૦૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે. જા તમે હેલ્થને લઇને સાવધાન છો તો તેને શાનદાર ઝિઓમી એમઆઇબેન્ડ ત્રણ આપી શકો છો. લેટેસ્ટ બેન્ડમાં હાર્ટ રેટ સેન્સર મુકવામા આવ્યા છે. એટલે કે યુઝર હાર્ટ રેટ પર નજર રાખી શકે છે. આમાં બેન્ડ ત્રણમાં મોશન ટ્રેકિંગની સાથે સાથે હેલ્થ મેનેજમેન્ટ ફિચર પણ છે. આ વોચમાં એક જગ્યાએ લાંબા સમય સુધી ન બેસવા માટેના રિમાન્ડર પણ મુકવામાં આવ્યા છે. તેની કિંમત ૧૯૯૯ રૂપિયા છે. આ ઉપરાંત પણ કેટલીક સારી ચીજા રહેલી છે. જેની કિંમત ૨૦૦૦ રૂપિયાથી ઓછી છે. ઉપરાંત પણ કેટલીક નવી ચીજા આપવાની પરંપરા છે. આવતકાલની ઉજવણીને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. તમામ બજારો સજી ગયા છે. મોલ અને શોપિગ મોલમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. ડિસ્કાઉન્ટને લઇને પણ તમામ તૈયારી અને ઓફર કરવામાં આવી રહી છે. સમયની સાથે સાથે વેલેન્ટાઇન ડેને ઉજવવા માટેની રીત બદલાઇ રહી છે. પસંદગી પણ લોકોની બદલાઇ રહી છે. આજના મોંઘવારીના સમયમાં કંપનીઓ પણ કેટલાક પાસાને ધ્યાનમાં લઇને રહી છે. મોંઘી ગિફ્ટની બોલબાલા હવે પ્રમાણમાં ઓછી રહી છે. આકર્ષક અને સસ્તી રહે તેવી ચીજા અને ગિફ્ટ ખરીદવામાં આવે છે. હવે યુવા પેઢી બિનજરૂરીરીતે ખર્ચ કરવાના બદલે સમજીને ગિફ્ટની ખરીદી કરવાને પ્રાથમિકતા આપે છે.

Related posts

જયપુર સિરિયલ બોંબ બ્લાસ્ટના કેસમાં ૪ અપરાધી દોષિત જાહેર

City Watch News

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરમાં દોષિતોને કસ્ટડીમાં લેવાયા

City Watch News

આસામ : અમિત શાહની હાજરીમાં બોડો સમજૂતિ

City Watch News