22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ : વજીરગંજ કોર્ટ સંકુલમાં બોંબ બ્લાસ્ટ થયો

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌની વજીરગંજ કચેરીમાં દેશી બોંબ બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા વકીલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં બે જીવિત બોંબ પણ મળી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર અને સરકારની ઉંઘ હરામ થઇ ગઇ હતી. હોદ્દેદાર સંજીવ લોધીના ચેમ્બરની સામે ત્રણ દેશી બોંબ ઝીંકવામાં આવ્યા હતા. એક બોંબ બ્લાસ્ટ થયો હતો. દેશી બોંબથી બાર એસોસિએશનના હોદ્દેદાર લોધી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જા કે તેઓ સહેજમાં બચી ગયા હતા. જિલ્લા કોર્ટમાં વકીલ સંજીવને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આ બ્લાસ્ટ બે ગ્રુપ વચ્ચે સંઘર્ષના ભાગરુપે કરવામાં આવ્યો હતો. એકાએક બ્લાસ્ટના અવાજથી કોર્ટ સંકુલમાં અફડાતફડીમચી ગઈ હતી. ઉંડી તપાસ પણ ચાલી રહી છે. આ ઘટના બાદ સીસીટીવી ફુટેજ મારફતે હુમલાખોરોની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરોએ હાથમાં તમંચાઓ પણ લહેરાવ્યા હતા. સેન્ટ્રલ બાર એસોસિએશનના અધ્યક્ષ આદેશસિંહે કહ્યું હતું કે, સંજીવ લોધી લખનૌ બાર એસોસિએશનના જાઇન્ટ સેક્રેટરી તરીકે છે તેમના ચેમ્બરની સામે ત્રણ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ત્રણ પૈકી એક બોંબ બ્લાસ્ટ થયો હતો જ્યારે બીજા બે બોંબ મળી આવ્યા હતા. હુમલાખોરોએ તમંચા હવામાં લહેરાવ્યા હતા. એમ માનવામાં આવે છે કે, લખનૌ બાર એસોસિએશનના સેક્રેટરી જીતેન્દ્ર યાદવ ઉર્ફે જીતુ સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો. દાવા કરવામાં આવી રહ્યા છે કે, જીતુ અને તેમના લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. અંધાધૂંધીના કારણે ક્ષણિક તંગદિલી પણ ફેલાઈ હતી.

Related posts

એક્ઝિટ પોલના તારણ અંતે ખોટા રહેશે : કોંગ્રેસનો દાવો

City Watch News

નિરાશાજનક આંક વચ્ચે સેંસેક્સ ૨૨૯ પોઇન્ટ ઘટીને આખરે બંધ

City Watch News

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે માટે તખ્તો તૈયાર

City Watch News