33 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

તેજી પર ફરી બ્રેક : સેંસેક્સમાં ૧૦૬ પોઇન્ટનો થયેલો ઘટાડો

શેરબજારમાં ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં ઉથલપાથલનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. મૂડીરોકાણકારો કોરોના વાયરસના ક્ષેત્રને લઇને મુલ્યાંકન કરી રહ્યા છે. કારણ કે, ચીનના હુબેઈ પ્રાંતમાં મોતનો આંકડો રેકોર્ડ ગતિએ વધી રહ્યો છે. બીજી બાજુ ડિસેમ્બર મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી મહિનામાં વધારો થયો હતો. સેંસેક્સકારો બારના અંતે ૧૦૬ પોઇન્ટ ઘટીને ૪૧૪૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૩.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે તાતા સ્ટીલના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓએનજીસીના શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ટાઈટનના શેરમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. એસબીઆઈના શેરમાં પણ બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૨૧૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૧૭૦૮૩ રહી હતી. નિફ્ટી બેંકમાં ૦.૮ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. તેલની કિંમતો મિશ્ર સ્થિતિમાં રહી હતી. ચીનમાં અનેક નિયંત્રણો લાગૂ કરવામાં આવી ચુક્યા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૬ સેન્ટનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે જારદાર તેજીનું મોજુ રહ્યું હતું. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૫૦ પોઈન્ટ ઉછળીને ૪૧૫૬૬ની ઉચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૩ પોઈન્ટ ઉછળીને ૧૨૨૦૧ની ઉચી સપાટીએ રહ્યો હતો. કંપનીના પરિણામો જાહેર થઇ રહ્યા છે જેના ભાગરુપે બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રી અને ગ્લેનમાર્ક ફાર્મા તેમજ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના પરિણામ શુક્રવારના દિવસે જારી કરાશે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ૧૪મી ફેબ્રુઆરીએ કરાશે. ભારતમાં હોલસેલ કિંમતો ડિસેમ્બર ૨૦૧૯માં વાર્ષિક આધાર પર ૨.૫૯ ટકા વધી ગઈ છે. વિદેશી મૂડીરોકાણકારોએ સતત છઠ્ઠા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ખરીદીનો માહોલ અપનાવ્યો છે અને જંગી રોકાણ કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં રોકાણકારોએ ૫૧૭૭ કરોડ રૂપિયા રોક્યા છે. એકબાજુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૫૧૭૭ કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજીથી સાતમી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૬૩૫૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જા કે, આ ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૧૭૨.૫૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેના પરિણામ સ્વરુપે કુલ રોકાણનો આંકડો ૫૧૭૭.૪૪ કરોડનો રહ્યો છે. મૂડીરોકાણના મોરચા પર કારોબારીઓ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ રહેલી છે.

Related posts

તમિળનાડુ : ભારતના અણુ પ્લાન્ટો ઉપર હૈકર્સની નજર

City Watch News

ભારે લેવાલી વચ્ચે સેંસેક્સ ૪૧૩ પોઇન્ટ ઉછળીને બંધ

City Watch News

દિલ્હી ચૂંટણીને લઇ હાઈવોલ્ટેજ પ્રચારનો અંત, આઠમીએ મતદાન

City Watch News