fbpx
28 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

એમેઝોનના CEO જેફ બેઝોસે રૂપિયા 1,172 કરોડમાં ઘર ખરીદ્યું

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના વડા જૈફ બેજોસે લોસ એન્જલસમાં ૧૬.૫ કરોડ ડોલર અથવા તો ૧૧૭૧.૫ કરોડ રૂપિયાની કિંમતમાં ભવ્ય આવાસની ખરીદી કરી છે. લોસએન્જલસમાં મોંઘી પ્રોપર્ટીના ક્ષેત્રમાં આ એક રેકોર્ડ છે. વોર્નર એસ્ટેટ નામથી આ બંગલો બેવરલી હિલ્સમાં નવ એકર વિસ્તારમાં છે. બેજાસે આ ભવ્ય મકાન મિડિયા કારોબારી ડેવિડ ગેફેન પાસેથી ખરીદ્યો છે. બેજાસે લોસએન્જલસમાં આ પ્રોપર્ટીની ખરીદી કર્યા બાદ આને લઇને ભારે ચર્ચા છે. મોંઘી પ્રોપર્ટીમાં પણ હવે બેજાસે નવો રેકોર્ડ સર્જ્યો છે. અમેરિકી અખબાર વોલસ્ટ્રીટ જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આમા અતિઆધુનિક સુવિધાઓ રહેલી છે. ૨૦૧૯માં લાસન મર્ડોક દ્વારા એરએસ્ટેટને ખરીદવા માટે આશરે ૧૫ કરોડ ડોલરની ચુકવણી કરી હતી. આવાસની વાત કરવામાં આવે તો વોર્નર એસ્ટેટ નામથી રહેલા આ બંગલામાં અતિઆધુનિક તમામ વિશાળ જગ્યાઓ છે જેમાં ગેસ્ટ હાઉસ, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. વોર્નર બધર્સના પૂર્વ અધ્યક્ષ જેક વોર્નરે આ ઘરનું નિર્માણ ૧૯૩૦માં કર્યું હતું. ઇ-કોમર્સ સેક્ટરના દિગ્ગજ એમેઝોનના વડા જૈફ બેજાસની પ્રોપર્ટી થોડાક સમય પહેલા જ ૧૧૦ અબજ ડોલર આંકવામાં આવી હતી. તેમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. એમેઝોનની બોલબાલા દુનિયાના દેશોમાં રહેલી છે. ઇ-કોમર્સના સેક્ટરમાં એમેઝોને અનેક નવા રેકોર્ડ કર્યા છે. ઓનલાઈન ખરીદી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. આજ કારણસર બેજાસની સંપત્તિમાં આ ઉલ્લેખનીય વધારો નોંધાયો છે અને હાલમાં સંપત્તિ વધે તેવા પણ સંંકેત છે.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૨,૭૭૧ કેસઃ ૪૪૨ના મોત

City Watch News

INX કેસમાં ચિદમ્બરમને અંતે શરતી જામીન, મોટી રાહત થઇ

City Watch News

રાજસ્થાન ગેહલોત ગેલમાં પાઇલોટ સહિત બળવાખોરો આઉટ

City Watch News