fbpx
www.citywatchnews.com
રાષ્ટ્રીય

કોરોના વાયરસ : કુલ મોતનો આંકડો વધી ૧,૪૮૮ થયો

ચીનમાં ભારે આંતક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે ચીનમાં હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં કોઇ સુધારો થવાના સંકેત દેખાઇ રહ્યા નથી. કોરોના વાયરસથી ગ્રસ્ત કેસોની સંખ્યા હવે વધીને ૬૫૨૪૭ ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો વધીને ૧૪૯૧ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે રિક્વર થયેલા લોકોની સંખ્યા ૭૦૯૯ સુધી પહોંચી ગઇ છે. હાલમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૫૬ હજારથી વધારે રહેલી છે. જે પૈકી હજારો તો ગંભીર હાલતમાં છે. હજુ કુલ કેસો પૈકી ગંભીર રહેલા કેસોની સંખ્યા ૧૯ ટકા અથવા તો ૧૦૬૦૮ જેટલી છે. ચીનમાં કોરોના વાયરસના કારણે સરેરાશ ૧૦૦ લોકોના દરરોજ મોત થઇ રહ્યા છે. ચીનમાં આરોગ્ય તંત્ર આ કોરોના વાયરસની સામે નિસહાય છે. કોઇ કાબુ મેળવી લેવામાં સફળતા મળી રહી નથી. લોકોની હાલત કફોડી બનેલી છે. ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. બીજી બાજુ કોરાના વાયરસે આંતક મચાવી દીધા બાદથી ચીનમાંથી પોતાના નાગરિકોને ખસેડી લેવાનો સિલસિલો યથાવત રીતે જારી રહ્યો છે. નાના બાળકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે છે. ચીનના જુદા જુદા પ્રાંતમાં કોરોના વાયરસ હજુ બેકાબુ છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જાઇને સલામ કરી શકાય છે. માસ્ક પહેરી પહેરીને તેમના ચહેરા પર ઘા થઇ ગયા છે. ઘાના નિશાન થઇ ગયા છે.
હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. ચીનના આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.

Related posts

પેટ્રોલ પર ૧૦ અને ડીઝલ પર ૧૩ રૂપિયા એક્સાઈઝ વધારી

City Watch News

શાહીનબાગ પ્રદર્શન સંયોગ નહીં, પ્રયોગ, ખતરનાક રમત છે : મોદી

City Watch News

નિર્ભયા ગેંગરેપમાં દોષિતો સામે ડેથ વોરંટ જારી, ૨૨મીએ ફાંસી

City Watch News