fbpx
www.citywatchnews.com
રાષ્ટ્રીય

યશ બેન્ક કટોકટી-કોરોનાના કહેર વચ્ચે સેંસેક્સ ૮૯૪ પોઇન્ટ તુટ્યો

શેરબજારમાં આજે કોરોના વાયરસની દહેશત અને યશ બેંકની કટોકટીને લઇને હાહાકાર મચી ગયો હતો. આ બે પરિબળના કારણે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. બીએસઈ સેંસેક્સ ઇન્ટ્રા ડે દરમિયાન અને સવારના કારોબારમાં ૧૪૫૦ પોઇન્ટ સુધી ઘટી ગયા બાદ કારોબારના અંતે તેમાં આંશિક સુધારો થયો હતો છતાં સેંસેક્સ ૮૯૪ પોઇન્ટ ઘટીને ૩૭૫૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. દિવસ દરમિયાન સેંસેક્સ એક વખતે ૩૭૦૧૧ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આજે કારોબાર દરમિયાન બજાજ ઓટોમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો જ્યારે તાતા સ્ટીલના શેરમાં ૬.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. એનએસઈના મોરચા પર નિફ્ટી ઇન્ડેક્સ ૨૭૯ પોઇન્ટ ઘટીને ૧૦૯૮૯ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૧.૮ ટકા અને નિફ્ટીમાં ૧.૮૯ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે.

Related posts

શેરબજાર કડડભુસ : સેંસેક્સ ૮૦૭ પોઇન્ટ સુધી ઘટી ગયો

City Watch News

ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર હજુ ઘટી શકે

City Watch News

હિમવર્ષાથી ઉત્તર ભારત ઠંડુગાર થયું : ચારેબાજુ ધુમ્મસની ચાદર

City Watch News