fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

કોરોનાની અસર : લોકડાઉનથી નવ લાખ કરોડનું નુકસાન રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રને નામ સંબોધનમાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યા બાદ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના ગાળા દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર માત્ર ૨.૫ ટકા રહી જશે જ્યારે પહેલા ૪.૫ ટકાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. આની સાથે જ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિકાસદરના અગાઉના અંદાજને ૫.૨ ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કરી દેવામાં આવ્યો છે.

ચાલુ વર્ષમાં ભલે વિકાસ દર ઘટે પરંતુ આગામી વર્ષે આમા વધારો થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. બાર્કલેઝ દ્વારા કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે જીડીપીના ૮.૨ ટકા વધારો થવાનો અંદાજ મુક્યો છે જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૮ ટકાનો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનના પરિણામ સ્વરુપે ભારતીય અર્થવ્યવસ્થાને આખરે ૧૨૦ અબજ ડોલરનું નુકસાન થશે જે જીડીપીના ૪ ટકાની આસપાસ છે. આમાથી ૯૦ અબજ ડોલરનું નુકસાન લોકડાઉનની અવધિ વધારવાના કારણે થશે.

સ્વાભાવિક છે કે, આની અસર જીડીપીના વિકાસ દર પર પણ થનાર છે. ૨૧ દિવસ માટેની લોકઆઉટની અવધિની કિંમત દેશ ચુકવશે. અર્થતંત્રને વધુ નુકસાનથી બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનની કિંમતને લઇને અર્થશા†ીઓની સાથે સાથે દેશભરમાં પણ ચાલી રહી છે. બાર્કલેઝે કહ્યું છે કે, કેન્દ્ર સરકારની ત્રણ સપ્તાહની રોગથી ૯૦ અબજ ડોલરનું નુકસાન થશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યો પહેલાથી જ નિયંત્રણમાં આવી ચુક્યા છે. આનાથી પણ નુકસાન થશે. બાર્કલેઝે કહ્યું છે કે, રિઝર્વ બેંકે રેપોરેટમાં ૦.૬૫ ટકાનો ઘટાડો તથા આગામી એક વર્ષમાં તેમાં એક ટકાનો વધારે ઘટાડો કરાશે. રિસર્ચ એન્ડ એડવાઈઝરી કંપની એમકે દ્વારા અન્ય દેશોની સરખામણીમાં વહેલીતકે પગલા લેવાથી ફાયદો થશે.

આર્થિક નુકસાનને ઘટાડવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. સરકારી નિયંત્રણની અસર પણ હાલમાં દેખાઈ રહી નથી. કેટલાક દિવસ પહેલા જ બ્રોકરેજ કંપની યુબીએસ ઇન્ડીયા એક ૨૦૨૦-૨૧ માટે ભારતના આર્થિક વૃદ્ધિના અંદાજને ઘટાડીને ચાર ટકા કરી દીધો હતો જ્યારે તે પહેલા ૫.૧ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ફિન્ચ દ્વારા વર્તમાન નાણાંકીય વર્ષ માટે જીડીપી અંદાજને ૫.૬ ટકાથી ઘટાડીને ૫.૧ ટકા કરી દીધો છે. મૂડીઝે આને ૫.૪ ટકાથી ઘટાડીને ૫.૩ ટકા કરી દીધો છે. એસએન્ડપી ગ્લોબલે અંદાજને ૫.૭ ટકાથી ઘટાડીને ૫.૨ ટકા કરી દીધો છે.

 

Related posts

અમેરિકામાં કોરોનાથી વધુ પાંચના મોત : દહેશત વધી

City Watch News

કોરોના વાયરસથી ચીનમાં મૃતાંક વધ્યો : લોકો હેરાન

City Watch News

બજેટમાં મોટાપાયે સુધારા બેંકિંગ ક્ષેત્રે કરી શકાય છે

City Watch News