fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

તીવ્ર રિકવરી વચ્ચે સેંસેક્સમાં ૧૮૬૨ પોઇન્ટનો ફરી સુધારો

શેરબજારમાં આજે જારદાર રિકવરીનો દોર રહ્યો હતો. એક દિવસના કારોબારમાં ઉછાળાની દ્રષ્ટિએ સૌથી મોટો ઉછાળો આજે જાવા મળ્યો હતો. કોરોના વાયરસની અસરમાંથી બહાર નિકળવા માટે અમેરિકામાં બે ટ્રિલિયન ડોલરનું પેકેજ તૈયાર થઇ રહ્યું છે. બીજી બાજુ સ્થાનિક સ્ટીમ્યુલસ પેકેજથી પણ બજારમાં તેજી આવશે તેવી સ્થિતિ રહેલી છે. બીએસઈ સેંસેક્સ આજે ૧૮૬૨ પોઇન્ટ સુધી ઉછળીને ૨૮૫૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો. સેંસેક્સમાં ૭ ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતોતેના શેરમાં ૧૪.૬૫ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો.

ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ શેરમાં એક વખતે ૨૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. અમેરિકાની મહાકાય કંપની ફેસબુક રિલાયન્સ જીઓમાં મલ્ટીમિલિયન ડોલરની હિસ્સેદારી ખરીદવા માટે યોજના ધરાવે છે તેવા અહેવાલ આવ્યા બાદ શેરમાં તેજીનું મોજુ ફરી વળ્યું હતું. ભારતમાં સૌથી ઝડપથી આગેકૂચ કરી રહેલા જીઓ નેટવર્કમાં ૩૭૦ મિલિયન ગ્રાહકો રહેલા છે. શેરબજારમાં તેજી લાવવામાં એચડીએફસી બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિની પણ ભૂમિકા રહી હતી. ચાર શેરમાં મંદી રહી હતી જેમાં ઓએનજીસી, આઈટીસી અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. ફ્રન્ટલાઈન ઇન્ડેક્સ નિફ્ટીમાં ૪૯૭ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૮૨૯૮ રહી હતી તેની સપાટીમાં ૬.૩૭ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો.

સેક્ટરલ મોરચાની વાત કરવામાં આવે તો નિફ્ટી બેંકમાં ૮.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩.૫ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૨૧૨ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૯૧૨૯રહી હતી. શેરબજારમાં રિકવરી માટે અન્ય પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. ડાઉજાન્સમાં ૧૧ ટકાનો ઉછાળો રહ્યો હતો જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૯૩૩ બાદ સૌથી મોટો ઉછાળો છે. એસએન્ડપી ૫૦૦માં ૯.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે ફરી એકવાર માર્કેટ મૂડીનીદ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક પર પહોંચી ગઈ હતી તેના શેરમાં તીવ્ર ઉછાળો રહ્યો હતો. ટીસીએસની માર્કેટ મૂડીમા પણ ઉછાળો રહ્યો હતો પરંતુ આરઆઈએલના શેરમાં જારદાર તેજી નોંધાઈ હતી. રિલાયન્સ જીઓમાં હિસ્સો ખરીદવા ફેસબુકની નજર કેન્દ્રિત થઇ ગઇ છે તેવા અહેવાલ આ તેજી આવી છે.

 

Related posts

તમિળનાડુ : ભારતના અણુ પ્લાન્ટો ઉપર હૈકર્સની નજર

City Watch News

કોરોનાથી પંજાબમાં વધુ એકનું મોત : કેસ સંખ્યા વધીને ૧૮૧

City Watch News

આર્થિક મંદીથી ભારત ટૂંકમાં બહાર આવશે : શાહનો દાવો

City Watch News