fbpx
www.citywatchnews.com
રાષ્ટ્રીય

તબીબની સલાહ માનવાની મૌલાનાની તમામને અપીલ

તબલીગી જમાતના લોકોને મજ્શિદથી સારા મોત થઇ શકે નહીં તેવી સલાહ આપનાર મૌલાના સાદ હવે પોતે કોરોના વાયરસથી ભયભીત થઇ ગયા છે. હજુ સુધી લાપત્તા રહેલા મૌલાના સાદનો હવે નવો ઓડિયો સપાટી ઉપર આવ્યો છે જેમાં સાદે પોતે કહ્યું છે કે, તેઓ હાલમાં દિલ્હીમાં ડોક્ટરની સલાહ બાદ આઇસોલેશનમાં છે. ઓડિયોમાં તેઓ તબલીગી જમાતના લોકોને એમ કહેતા સાંભળી શકાય છે કે, તબીબો પાસે જવાની બાબત શરિયતની સામે નથી. આ પહેલા વાયરલ વિડિયોમાં તેમને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, સલાહ એજ તબીબની માનવી જાઇએ જે પોતે અલ્લાહમાં વિશ્વાસ રાખે છે. તબલીગી જમાતના વડા મૌલાના સાદનો આ વિડિયો દિલ્હી મરકઝના યુટ્યુબ ઉપર છે.

આજે સવારે જારી કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, મરકઝ સાથે જાડાયેલા લોકોએ સરકારની પૂર્ણ મદદ કરવી જાઇએ અને તબીબોની સલાહ લેવી જાઇએ. આની સાથે સાથે હવે કોઇ જગ્યાએ મજમા નહીં લગાવવાની વાત પણ કરી રહ્યા છે. આ પહેલા આવેલા વાયરસ ઓડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, આ અફવા છે કે, મજ્શિદ માં એકત્રિત થવાથી કોરોનાના લીધે મોત થાય છે. આગળ એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જા મÂસ્જદમાં મોત થાય છે તો આનાથી સારી મોત રહેશે નહીં. હકીકતમાં હજુ સુધી મેડિકલ સ્ટાફના લોકો ખુબજ પરેશાન હતા. કારણ કે, તબલીગી જમાતના લોકો સારવારમાં સહકાર કરી રહ્યા ન હતા. દિલ્હીના તુગલગા બાગમાં જ્યાં આ લોકોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ આ લોકો જેમ તેમ ફરી રહ્યા છે. મેડિકલ સ્ટાફ ઉપર થૂંકવા સુધીની વાત પણ આવી હતી. હવે પોતાના લીડરના નિવેદન બાદ શક્ય છે કે, આ લોકો સારવારમાં સહકાર કરશે. તબીબોની સલાહ માનવામાં આવે તે જરૂરી છે. આમા શરિયતનો કોઇ ભંગ થતો નથી.

Related posts

લોકડાઉન : સુપ્રીમ કોર્ટમાં વકીલોની ચેમ્બર ખુલી ગઈ

City Watch News

સેંસેક્સમાં ૨,૯૧૯ પોઈન્ટનો ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો

City Watch News

વાયરસ ૨૦ ફૂટ સુધી ચેપ લગાડી શકે છે

City Watch News